ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની પરીક્ષા
સિંધુ ઉદય ન્યુસ
પરીક્ષા કેન્દ્ર ખાતે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે ઝેરોક્ષ મશીનના ઉપયોગ ઉપર પ્રતિબંધ
માઈક વગાડવા ઉપર પણ પ્રતિબંધ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા આગામી તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમ્યાન યોજાશે.પરીક્ષા કેન્દ્ર ખાતે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરના સંચાલકો દ્વારા ઝેરોક્ષ મશીનનો દુરુપયોગ રોકવા મંડળ દ્વારા સૂચના અપાય છે. ત્યારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે દાહોદ જિલ્લામાં આવેલા જુદા જુદા પરીક્ષા કેન્દ્રના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા સવારના ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી ઝેરોક્ષ મશીન- કોપીયર મશીન સદંતર બંધ રાખવા આદેશ કરાયો છે.પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ કોપી મશીનના સંચાલકોએ આ હુકમનો પાલન કરવાનું રહેશે. પરીક્ષા આપતા ઉમેદવારોએ પણ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વખતે મોબાઇલ ફોન પેજર કેલ્ક્યુલેટર સ્માર્ટ વોચ ઇયરફોન કેમેરા સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો સાથે લાવવા પર પ્રતિબંધ છે.પરીક્ષા કેન્દ્રની આજુબાજુના ૨૦૦ મીટરની ત્રિજ્યામાં માઈક વગાડી શકાશે નહીં. તેમજ વીજ વિભાગ, બીએસએનએલ, પાણી પુરવઠા કે કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા કે વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનું ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

