કપડવંજ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં ૧૪ વર્ષ બાળકનુ મોત.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

૨૮/૩
કપડવંજ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં ૧૪ વર્ષ બાળકનુ મોત

નડિયાદ: કપડવંજના દહેગામ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે ૧૪ વર્ષના માસુમ બાળકનો જીવ લીધો છે. સમગ્ર બનાવ મામલે કપડવંજ ટાઉનમાં ફરિયાદ નોધાઈ છે. ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું

કપડવંજ શહેરના દહેગામ રોડ ઉપર નવાગામ ઇન્દિરાનગરીમાં રહેતા ભલાભાઇ જેસંગભાઈ નાયક ના ૧૪ વર્ષના પુત્ર  કિરણ ગતરોજ સાંજે પોતાના ઘર પાસે રમતો હતો અને કોઈ અજાણ્યા વાહન ચાલકની અડફેટે આવી જતા કિરણ રોડ ઉપર પટકાયો હતો. જેના કારણે તેને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને જોતાં આસપાસના લોકો આવી ગયા હતા  અને ૧૦૮ ને
કોલ કરતા એમ્બ્યુલન્સને ઘટના સ્થળે આવી ગઇ હતી. જ્યાં તબીબે કિરણનું મોત
નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર બનાવ સંદર્ભે મરણ જનારના પિતા ભલાભાઇ નાયકએ કપડવંજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: