ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વિધાર્થીઓ સાથે સહુ કોઈએ જોયું
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વિધાર્થીઓ સાથે સહુ કોઈએ જોયું
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર અને નરેન્દ્ર સોની ઉપસ્થિત રહ્યા
વિધાર્થીઓનું પરીક્ષાને લઈ મનોબળ વધારી માનસિક રીતે સ્વસ્થ રહી મનોબળ વધારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ બી.એમ.હાઈસ્કૂલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઝાલોદ કેળવણી મંડળના હોદ્દેદારો, વાલીઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે યોજાયો હતો.
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થી પરીક્ષાને લઈ અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન મોદી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જોઈ બાળકો નું મનોબળ વધ્યું હતું. આ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ ખૂબ જ સરસ પ્રેરણા મળી હતી.
આ પ્રોગ્રામમાં બાળકોનું મનોબળ વધારવા માટે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર,નરેન્દ્ર સોની, કેળવણી મંડળના વિવિધ હોદ્દેદારો વિશેષ હાજર રહ્યા હતા.



