ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગના સંચાલકની દિકરીના જન્મદિવસની ઉજવણી બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને ઉજવણી કરી
અજય સાસી
ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકની દિકરીના જન્મદિવસની ઉજવણી બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને ઉજવણી કરવામાં આવી જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે. જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકની શ્રી દિલીપકુમાર એચ મકવાણાના દિકરી કુમારી પ્રિયા(પિયુ) ના જન્મ દિવસ નિમિતે આજુ બાજુ ફળિયાના બાળકોને ભેગા કરીને બે કલાકની શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવ્યું હતું અને શૈક્ષણિક સામગ્રી , નાસ્તો અને બિસ્કીટ નું વિતરણ બાળકોને કરવામાં આવ્યું હતું. જન્મ દિવસની ઉજવણી માં દીકરી પિયુના જન્મ દિવસ નિમિતે દાદા – દાદી , મોટા પપ્પા, મોટી મમ્મી અને માતા પિતા તેમજ ભાઈ બહેનના આશીર્વાદ મેળવ્યા હતા.આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણા ની દિકરીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

