નડિયાદમાં મોટરસાયકલ ડીવાઈડર સાથે અથડાતા એક નું મોત
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ પશ્ચિમ વિસ્તારના શંકરલાલ પ્રજાપતિ મોટરસાયકલ પરહોસ્પિટલ ઓવરબ્રિજ થઈ સમતા પાર્ટપ્લોટ પાસે જતા હતા. તે દરમિયાનમોટરસાયકલ પરનો કાબુ ગુમાવતા તેઓ રોડના ડિવાઈડરની દીવાલ સાથે અથડાયા હતા. જેના કારણે તેઓને શરીર ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો આવી ગયા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘવાયેલા રાકેશભાઈને તુરંત નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાંતેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોતનિપજ્યું હતું. આ બનાવ સંદર્ભેગોપાલભાઈ પ્રજાપતિની ફરિયાદ ના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે


