નડિયાદમાં શિક્ષકે દિકરાના લગ્નમાં રીર્ટન ગિફ્ટ તરીકે તુલસીના છોડ અને પુસ્તિકા આપી

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ સંતરામ દેરી પાછળ આવેલ ક્રિષ્ણમ બંગ્લોઝમા રહેતા ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે પોતાના  પુત્ર યોગીન ના લગ્ન ૨૮મી જાન્યુઆરી શનિવારે સંપન્ન કર્યા છે. નડિયાદ નિવાસી જયેશભાઇ શાંતિલાલ બ્રહ્મભટ્ટની દિકરી ચિ.ધ્વની સાથે ચિ.યોગીને પ્રભુતામાં ડગ માંડ્યા છે. આ નવ યુગલનુ રીશેપ્સન ગતરોજ ૨૯મી જાન્યુઆરીએ નડિયાદના પીપલગ નજીક આવેલ એક ખાનગી પાર્ટી પ્લોટમાં રાખ્યું હતું.  ગાંધીવિચારક શિક્ષક હિતેશકુમારે લગ્નના રિસેપ્શનમાં વર વધુને આર્શિવાદ માટે આવેલા લોકોને રીર્ટન ગીફ્ટ તરીકે તમામને તુલસીના છોડ અને તુલસીના ઉપચાર વાળી પુસ્તિકા સપ્રેમ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અને  આ પાર્ટી પ્લોટમાં  સમાજ ઉપયોગી સૂત્રોના ફેલક્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં વિજળી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવોના સંકલ્પ સૂત્રો મુકવામાં આવ્યા હતા. લગભગ ૫૧૧ તુલસીના છોડ અને પુસ્તિકા જેમાં તુલસીના વિવિધ ઔષધી ઉપચાર વાળી આપવામાં આવી વિવિધ સૂત્રો સાથે સમાજમાં સંદેશો આપ્યો તો વળી વર-વધુની આ કંકોત્રી એટલી સુંદર હતી  આ કંકોત્રીમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તેમજ આઝાદીના અમૃત મહોત્સવની સાચી ઉજવણી કરતા વિવિધ સમાજ ઉપયોગી સંકલ્પ સૂત્રોને લખવામાં આવ્યા હતા. જેમાં આપણું ઘર, આંગણ,ફળિયું સ્વચ્છ રાખીએ, જીવપ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખીએ…,જરૂરિયાતવાળાને મદદરૂપ થઈએ…, વ્યસનમુક્ત જીવન જીવીએ જીવનમાં સત્યપાલનના આગ્રહીથઈએ ખરીદી વેળા કાપડની થેલી લઇને જ જઈએ,થાળીમાં જરૂર જેટલું જ ભોજન લઇને જમીએ પાણીનો જરૂર પૂરતો ઉપયોગ કરીએ, ઓછામાં ઓછો એક છોડ રોપી તેને ઉછેરીએ જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા, ટીવી બંધ રાખીએ પ્રકૃતિના ભક્ષક નહીં પણ રક્ષક થઇએ આવા વિવિધ સૂત્રો સાથે સમાજમાં સંદેશો આપ્યો છે. ઔષધ સમી તુલસીના ૭૫ ઉપચાર સમાજની ભલાઈ કાજે રજુ કર્યા ગાંધીવાદી હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ-મહંતસ્વામી મહારાજની અસમી કૃપા તથા કુળદેવી માં બુટભવાનીના આર્શીવાદથી મને આ વિચાર આવ્યો અને સમાજમાં આ સંદેશાઓ વહેતા કર્યા છે. વધુમાં જણાવ્યું “બીજાના ભલામાં આપણું ભલું” ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્ર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!