ઝાલોદ અનવરપુરા ગામે એન્ટી લપ્રેસી કેમ્પ નિમિત્તે અવેરનેસ કેમ્પ અન્વયે ગ્રામ સભા યોજાઈ.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના અનવરપુરા ગ્રામ પંચાયતમા આજરોજ ખાસ ગ્રામ સભા યોજાઈ આ ગ્રામ સભાનો મુખ્ય ઉદ્દેશ રક્તપિત્ત નિર્મૂલનનો હતો. આ કાર્યક્રમમાં ગામના તલાટી,તાલુકા ભાજપ મહામંત્રી સુરેશભાઈ ડામોર મ.પ.હે.વ મનિષભાઈ પંચાલ, સી.એચ.ઓ પ્રફુલ ભાઈ હાજર રહ્યા અને મનિષભાઈ પંચાલ દ્વારા રક્તપિત્ત અવેરનેસ માટે માહિતી આપી અને લોકોને રક્તપિત્ત અવેરનેસ માટે શપથ ગ્રહણ કરાવ્યા હતા.