લીમખેડા તાલુકાના દાભડા ગામેથી ૧૫ ગૌવંશ સાથે ટ્રક ઝડપાઈ
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામેથી પોલીસે ગૌરક્ષકોની મદદથી એક ટ્રકમાં કતલખાને લઈ જવાતા ૧૫ ગૌવંશને બચાવી લીધા હતા જ્યારે ટ્રકના ચાલક સહિત બે જણા પોલીસ તેમજ ગૌરક્ષકોને જાઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. બચાવી લેવામાં આવેલ ૧૫ ગૌવંશને નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હતી.
આજરોજ તારીખ ૨૧.૧૨.૨૦૧૯ના રોજ વહેલી સવારે પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડા તાલુકાના દાભડા ગામે વોચ ગોઠવી ઉભા હતા. આ દરમ્યાન ગૌરક્ષકો પણ ત્યા આવી પહોંચ્યા અને તેઓ પણ પોલીસની મદદમાં જાતરાઈ જઈ વોચમાં ગોઠવાઈ ગયા હતા. આ સમયે બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાથી પસાર થતાં પોલીસ અને ગૌરક્ષકોની ટીમ સાબદી બની હતી અને ટ્રકનો પીછો કર્યાે હતો. ટ્રકના ચાલક તેમજ ક્લીનરને આ બાબતની જાણ થતાં કે પોલીસ તેઓનો પીછો કરી રહી છે તે સમયે દાભડા ગામે પોતાના કબજાની ટ્રક મુકી ડ્રાઈવર સહિત બે જણા ટ્રક સ્થળ પર મુકી નાસી ગયા હતા. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી ક્રુરતા પુર્વક અને વગર ઘાસચારા કે પાણીની સુવિધા વિના ૧૫ ગૌવંશને બાંધી રાખ્યા હતા. પોલીસે આ તમામ ૧૫ ગૌવંશને છોડવી ગોધરાના પાંજરાપોળ પરવડી ખાતે આ ગૌવંશને મોકલી દેવામાં આવ્યા હતા.
આ સંબંધે લીમખેડા પોલીસે ટ્રકના ચાલક સહિત બે જણા વિરૂધ્ધ પશુ સુધારણા અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

