વોર્ડ ૨ ના સ્થાનિક કાઉન્સિલરોને અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાંય પ્લોટ મામલે કોઈ નક્કર કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે આક્રોશ.
સિંધુ ઉદય
દાહોદ શહેરના ગોદી રોડ ખાતે અગ્રેસન ભવનની સામે ગુરૂનાનક સોસાયટીમાં આવેલ ખુલ્લા પ્લોટમાંથી માટી અને જીવજંતુ વીગેરે રસ્તા પર પથરાતા સ્થાનિકો દ્વારા દાહોદ નગરપાલિકા તેમજ સ્થાનિક કાઉન્સિલરોને અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી આ ખાલી પડેલ પ્લોટ મામલે કોઈ નક્કર કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.દાહોદ શહેરના ગોદી રોડ ખાતે અગ્રસેન ભવનની સામે આવેલ ગુરૂનાનક સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાંથી માટી, પથ્થરો તેમજ જીવજંતુઓ આ ખાલી પ્લોટમાંથી નીકળી જાહેર રસ્તા પર આવી જાય છે જેને પગલે જાહેર રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર દાહોદ નગરપાલિકા તેમજ સ્થાનિક કાઉન્સિલરોને અનેકવાર મૌખિક રજૂઆતો કરી આ ખુલ્લો પડેલ પ્લોટમાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક કાઉન્સિલરો અને દાહોદ નગરપાલિકા દ્વારા સુધી આ મામલે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં દાહોદ નગરપાલિકા આ મામલે ગંભીરતા દાખવશે ? તે જોવાનું રહ્યું.