ખેડાના યુવકને ગઠિયાએ લાલચ આપી રૂપિયા ૧.૩૫ લાખ પડાવી લીધા
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
રોકાણ કરવાના બહાને સારુ કમીશનના ચક્કરમાં યુવાને અજાણ્યા વ્યક્તિ પર ભરસો કરવો ભારે પડ્યો છે.
ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં રહેતા અને હોટલના પાન પાર્લરમા નોકરી કરતાં ફૈઝાન ફારુકદાઉદ અસામદી ને ગત ૧૩મી જાન્યુઆરીના રોજ તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા નંબર પરથી હેલ્લો ફૈઝાન એવો મેસેજ વોટ્સએપથી મોકલ્યો હતો અને ફોટા મોકલેલા હતા. વધુમાં આ ગઠીયાએ મેસેજ કરીને જણાવેલ કે આ એક ઇન્વેસ્ટ પ્લાન છે અને તેમા પૈસાનું રોકાણ કરવાથી તમને સારુ કમીશન મળશે. જેથી ફૈઝાન વાતમા આવી જતાં પહેલા નાની રકમ મારફતે ફૈઝને શરુઆત કરી તો તેને એ રકમ કમીશન સાથે તેનાએકાઉન્ટમા જમા થઈ ગઈ હતી આમ વિશ્વાસ આવી જતા વધુ રકમો ફૈઝાને ટુકડે ટુકડે ભરી હતી. એક આઈડી પાસવર્ડ મારફતે આ રકમનુ રોકાણ અને કમીશન કેટલુ થયું તે જોવા મળતું હતું. જોકે નાણાંવિડ્રો ન થતાં છેલ્લે આ સંદર્ભે જે નંબર પરથી મેસેજ આવ્યો તેના પર જાણ કરતા નાની રકમ હોવાથી નહી ઉપડે તેમ જણાવી આજ દિન સુધી અલગ અલગ ટાસ્કમા કુલ રૂપિયા ૧ લાખ ૩૫ હજાર ૧૪૯ ભરાવી પોતાની સાથે ફ્રોડ થયાનો અહેસાસ થતાં ફૈઝાને આ મામલે ખેડા ટાઉન પોલીસમાં અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે.


