ખોડિયાર જેયતિએ અમને જમાડો તેમ કહીને મહિલાઓએ મૂર્છિત કરી રૂ. ૧.૫૦ લાખ તફડાવ્યા
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
આણંદ ઓડના ચાંદની ચોકમાં વેપારી રાજુભાઈ રાજપુરોહિત રહે છે. સોમવારે તેઓ તેમના ધંધાના કામ અર્થે બહાર હતા. દરમિયાન, તેમના ઘરે પત્ની કોમલબેન, ૧૪ વર્ષીય પુત્રી પ્રીતિ અને ૧૧ વર્ષીય પુત્રરાજુ ઘરે હતા. દરમિયાન એ સમયે સાડી પહેરેલી અને ગુજરાતી ભાષા બોલતી ત્રણ મહિલાઓ તેના ઘરે આવી હતી. તેમણે ખોડિયાર જયંતી હોવાથી દરેકના ઘરે આર્શીવાદ આપવા જાયછે તેમ કહીને તેમને વિશ્વાસમાં લીધાહતા. એ પછી વાતચીતમાં આવેલાકોમલબેને ત્રણેયને જમાડ્યા હતા.વધુમાં વાતોમાં હકીકત જાણીને ત્રણેય મહિલા પૈકી એક મહિલાએ તારે બહુ દુ:ખ દર્દ છે અને આ ચમત્કારિક પાંચ રૂપિયા તારા ઘરમાં બધી જગ્યાએ ફેરવી દે તેમ કહ્યું હતું. એ પછી જાણે બંને સંતાન અને મહિલા મૂર્છિત થઈ ગયા હતા.મહિલાઓએ ઘરમાં જેટલાં રૂપિયાપડ્યા હોય તે બધા આપી દે તેમકહેતાં કોમલબેને ઘરમાં ધંધાના પડેલા રૂપિયા દોઢ લાખ તેમને આપી દીધા હતા. એ પછી તમામ મહિલાઓ ફરાર થઈગઈ હતી. પછી ભાન થતાં જ તેમણેસમગ્ર હકીકત પતિને જણાવી હતી.જોકે ત્રણેય મહિલાઓ સીસીટીવી કેમેરામાંકેદ થઈ જતાં ઉમરેઠ પોલીસે ગુનો નોંધી ફૂટેજના આધારે ત્રણેયને શોધવાની કવાયત હાથ ધરી છે.


