અખિલ ભારતીય કિશાન સભા દાહોદ જિલ્લા દ્વારા કિસાનો ને વળતર સહાય આપવા સર્વે કરવાની માંગ કરી.

નીલ ડોડીયાર

દાહોદ જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં તાજેતરમાં કમોસમી વરસાદથી ખેતી રવિ પાકને થયેલ નુકશાનની વળતર સહાય કિસાન ખેડુતોને આપવા સર્વે કરવાની માંગ
ર૭ જાન્યુઆરી ર૦ર૩ની રાત્રિથી શરૂ થયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બથી આવેલ કમોસમી વરસાદથી ખેડુતોએ કરેલ રવિ પાક ધાણા, ચણા, જીરૂ, ઘઉં, ડુંગળી, રાયડા જેવા પાકોમાં ભારે નુકશાની થયેલ છે. રાજ્યના ખેડુતોએ મોટી આશાએ રવિ પાક અંગે મોંઘા ખાતર, બિયારણો, જંતુનાશક દવાઓના ખર્ચાઓ કરીને વાવેતર કરેલ છે. રવિ પાકમાં ખેડુતોને મોટી રોજગારીની તકો હોય છે. શિયાળુ ઠંડીમા રવિ પાકમાં પુરતુ અને સારૂ ઉત્પાદન પણ મળે છે. અચાનક થયેલા કમોસમી વરસાદથી કરોડો રૂપિયાની નુકશાની થયેલ છે. ધાણા, ચણા, જીરૂ, રાયડાના પાકને કમોસમી વરસાદ તથા પડેલ કરાથી કોહવાય ગયેલ છે. અને ફુલ ફાલ ખરી જવા પામેલ છે. ઘઉંને વરસાદ સાથે આવેલ પવનોથી ઢળી જઈને જમીનગ્રસ્ત થયેલ છે. આમ ખેડુતોને કમોસમી વરસાદની આફતો ભોગ બનેલ છે. ત્યારે રાજ્ય સરકારે ખેડુતોને થયેલ નુકશાનીનુ વળતર સહાય આપવા તાત્કાલીક ધોરણે નુકશાનીનો સર્વે કરાવવા ખેડુતો માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અટકાવી રાજ્ય સરકાર કિસાન સહાય યોજના શરૂ કરેલ છે. આ યોજના મુજબ ખેડુતોને હેક્ટર મુજબ સહાય પુરી પાડવા માંગ કરીએ છીએ. અને એસડીઆરએફ યોજના તળે મળવા પાત્ર સહાય આપવા અંગે સરકારે સત્વરે કામ કરવા માંગ રાજ્યના ખેડુતો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!