જેસાવાડામાં નવા બની રહેલા પાણીના ટાંકા ઉપર વોચમેન તરીકે ફરજ બજાવતાં વોચમેન ની બંદુક તથા કાર્ટીસ ની ચોરી.
પ્ર્તિનિધિ ગરબાડા
જેસાવાડામાં નવા બની રહેલા પાણીના ટાંકા ઉપર વોચમેન તરીકે ફરજ બજાવતાં વોચમેન રાતે પોતાના ખાટલા પર નાંખેલ પથારી નીચે સંતાડીને મૂકેલ લાયસન્સવાળી બારબોરની બંદુક,, તથા કાર્ટીસ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨૨,૪૫૦ની મત્તા રાત્રીના સમયે ચોર ચોરીને લઈ ગયા હતા.પ્રાપ્ત વિગત અનુસાર વિજાગઢ કોટ ફળિયામાં રહેતા ૪૮ વર્ષીય ભીખાભાઈ વાલાભાઈ સોલંકી તથા અન્ય એક જણા જેસાવાડામાં નવા બની રહેલા પાણીના ટાંકા ઉપર વોચમેન તરીકે ફરજ બજાવતા હોઈ તે બંને રાતના સમયે નવા બની રહેલા પાણીના ટાંકા પાસે ખાટલો ઢાળી ખાટલા પર પથારી નાંખી પથારીની નીચે તેની રૂા. ૧૫૦૦૦ની કિંમતની લાયસન્સ વાળી ૧૨ બોરની ડબલ બેરીંગની બંદુક તથા રૂપિયા ૪૫૦ની કિંમતના જીવતા કારતુસ નંગ-૯ તથા રૂપિયા ૭૦૦૦ની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ ફોન સંતાડીને મૂકી બંને જણા રાતે મીઠી નીંદર માણી રહ્યા હતા તે વખતે રાતે આવેલ તસ્કરોએ પથારી નીચે સંતાડીને મૂકેલ લાયસન્સવાળી ડબલ બોરની બંદુક, તથા નવ જેટલા જીવતા કારતુસ તેમજ વીવો કંપનીનો મોબાઈલ મળી રૂા. ૨૨,૪૫૦ ની મત્તા ચોરીને લઈ ગયા હતા.આ સંબંધે વીજાગઢ ગામના કોટ ફળિયામાં રહેતા ભીખાભાઈ વાલાભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.


