પોતાના જન્મદિવસ ને સેવાદિન તરિકે ઉજવતા ઝાલોદ શહેર યુવા મોર્ચા પ્રમુખ સંતોષ ભગોરા.
પંકજ પંડિત ઝાલોદ
આજરોજ તા.૦૧/૦૨/૨૦૨૩ ના રોજ પોતાના જન્મદિવસ હોય તેને દર વખતની જેમ અનોખી રીતે ઉજવવાનુ આયોજન કર્યુ હતું… શ્રી સંતોષભાઈ ભગોરા ઝાલોદ ના રાષ્ટ્રપ્રેમી સેવાભાવી યુવાનોમાના એક છે. અને ઝાલોદ શહેર ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોર્ચામાં ઝાલોદ શહેર પ્રમુખ તરિકે કાર્યભાર સંભાળે છે. આજે તેમના જન્મદિવસે તેઓએ ઝાલોદ તાલુકાના અંતરિયાળ ગામ ગામડીના એક દર્દીને રક્તદાન કર્યુ હતુ. સાથે જ આદિવાસી સ્કુલ ઝલાઈ માતા રોડ ખાતેની પ્રાથમિક શાળાના બાળકોને બિસ્કીટ ચોકલેટ વગેરે વિતરણ કરી ખુશીઓ મનાવી હતી. દર વખતે તેઓ પોતાના જન્મદિવસ ને ગૌશાળામાં ગાયોની સેવા કરી, જરુરિયાત સેવા વસ્તીમાં સેવા કરી. તેમજ ગરિબ બંધુઓને ભોજન કરાવી મનાવે છે. જન્મદિવસ ની ઝાકમઝાળ બતાવવા મોંધી પાર્ટીઓ કેકબેકના ચક્કરમાં ધનનો વ્યય કરતા અને જન્મદિવસ ઉજવણીના નામે કુમાર્ગે જતા અને વ્યસનોને રવાડે ચડતા યુવાનોમાટે શ્રી સંતોષભાઈ ભગોરા જેવા યુવાનો પ્રેરણા બની શકે તેમ છે. ખરેખર ભારતીય સંસ્કૃતિ પણ પોતાના જીવન ને બીજા માટે કેમ ઉપયોગી થવુ તેજ શિખવાડે છે. જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ તેમને.