ક મોસોમી વરસાદ ના નુકસાન થી કિશાન સભા દાહોદ જિલ્લા દ્વારા કિસાનો ને વળતર સહાય આપવા ફતેપુરા મામલતદાર ને આવેદન
પ્રવીણ કલાલ
અખિલ ભારતીય કિસાન સંઘ દ્વારા દાહોદ જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં તાજેતરમાં કમોસમી વરસાદથી ખેતી રવિ પાકને થયેલ નુકશાનની વળતર સહાય કિસાન ખેડુતોને આપવા સર્વે કરવાની માંગ માટે મુખ્યમંત્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું જે ફતેપુરા મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું મામલતદાર દ્વારા જણાવેલ કે અમો આપની માગણીઓને મુખ્યમંત્રીને મોકલી આપીશું ર૭ જાન્યુઆરી ર૦ર૩ની રાત્રિથી શરૂ થયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બથી આવેલ કમોસમી વરસાદથી ખેડુતોએ કરેલ રવિ પાક ધાણા, ચણા, જીરૂ, ઘઉં, ડુંગળી, રાયડા જેવા પાકોમાં ભારે નુકશાની થયેલ છે. રાજ્યના ખેડુતોએ મોટી આશાએ રવિ પાક અંગે મોંઘા ખાતર, બિયારણો, જંતુનાશક દવાઓના ખર્ચાઓ કરીને વાવેતર કરેલ છે રવિ પાકમાં ખેડુતોને મોટી રોજગારીની તકો હોય છે શિયાળુ ઠંડીમા રવિ પાકમાં પુરતુ અને સારૂ ઉત્પાદન પણ મળે છે. અચાનક થયેલા કમોસમી વરસાદથી કરોડો રૂપિયાની નુકશાની થયેલ છે. ધાણા, ચણા, જીરૂ, રાયડાના પાકને કમોસમી વરસાદ તથા પડેલ કરાથી કોહવાય ગયેલ છે ઘઉંને વરસાદ સાથે આવેલ પવનોથી ઢળી જઈને જમીનગ્રસ્ત થયેલ છે. આમ ખેડુતોને કમોસમી વરસાદની આફતો ભોગ બનેલ છે. ત્યારે રાજ્ય સરકારે ખેડુતોને થયેલ નુકશાનીનુ વળતર સહાય આપવા તાત્કાલીક ધોરણે નુકશાનીનો સર્વે કરાવવા ખેડુતો માંગ કરી રહ્યા છે.ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અટકાવી રાજ્ય સરકાર કિસાન સહાય યોજના શરૂ કરેલ છે. આ યોજના મુજબ ખેડુતોને હેક્ટર મુજબ સહાય પુરી પાડવા માંગ કરીએ છીએ. અને એસ.ડી.આર.એફ યોજના તળે મળવા પાત્ર સહાય આપવા અંગે સરકાર પાસે માંગ રાજ્યના ખેડુતો કરી રહ્યા છે