સસ્તા અનાજની દુકાન પર અનાજનુ વિતરણ ન કરતાં સીમળીયાના ગ્રામજનો દ્વારા DSO ને ફરીયાદ.
પ્ર્તિનિધિ ગરબાડા
ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગગામની પંડિત દિન દયાળ સસ્તા અનાજની -1ના દુકાનદાર ના મનસ્વી વહીવટ ના કારણે અનાજ ન આપતા ગ્રામજનો કંટાળી જાય અંતે જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ. સીમળીયા બુઝર્ગ ગામે આવેલ દુકાન નંબર એકના સંચાલક દ્વારા ગ્રામજનોને અનાજનું વિતરણ મનસ્વી રીતે કરતા હોવાની કારણે અનેક વાર આ દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. પુરવઠા વિભાગ દ્વારા આ દુકાનદારને બે બે વખત ત્રણ માસ માટે પરવાનો પણ રદ કરી નાખ્યો હતો છતાં આ દુકાન સંચાલક દુકાન પર નિયમિત અને પ્રમાણસર જથ્થો ના ફાળવતો હોવાના કારણે ગ્રામજનો ત્રસ્ત થઈ ગયા હતા. અંતે કંટાળી ગઈ ગ્રામજનો ભેગા થઈ જિલ્લા પુરવઠા અધિકારી ને ફરિયાદ કરવા કલેકટર કચેરી ગયા હતા અને આ સંચાલકનો પાસેથી પરવાનો રદ કરવાની માંગણી કરી હતી. આ સંચાલક દ્વારા જાન્યુઆરી માસમાં ખાંડ અને ચણાનું જ વિતરણ કરવામાં આવ્યું હતું અંત્યોદય કાર્ડ ધારકોને કોઈપણ જાતનું અનાજ પણ વિતરણ કરવામાં આવ્યું નથી તેવું ગામજનોએ જણાવ્યું હતું.