૫૬ વર્ષીય આધેડ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં સીલીંગ પંખા સાથે મફલર બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

પ્ર્તિનિધિ ગરબાડા

મુળ બાવકા ગામના ગામતળ ફળિયાના રહેવાસી અને હાલ દાહોદ ગોદીરોડ, અંબિકા નગરમાં રહેતા ૫૬ વર્ષીય આધેડ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં સીલીંગ પંખા સાથે મફલર બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાની કોશીશ કરતા સારવાર માટે દવાખાને લઈ જતાં જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.દાહોદ ગોદીરોડ, અંબિકાનંગરમાં સાઈ પ્રોવીઝન સ્ટોરની પાછળ પોતાના પરિવારજનો સાથે રહેતા ૫૬ વર્ષીય દિનેશચંદ્ર ભગવાનદાસ પરમારે ગઈકાલે સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે પોતાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર સલીંગ પંખા સાથે મફલર બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કોશીશ કરતાં તેઓના ઘરવાળાઓ આવી ગયા હતા અને તેઓને ગળે લગાવેલ મફલરનો ફાંસો ખોલી સારવાર માટે તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન રાતના પોણા દશ વાગ્યાના સુમારે તેનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.આ સંબંધે મરણજનાર દિનેશચંદ્ર ભગવાનભાઈ પરમારના પુત્ર ચંદ્રસિંહ દિનેશચંદ્ર પરમારે દાહોદ ટાઉન બી.ડીવીઝન પોલિસ સ્ટેશને જાણ કરતાં પોલિસે તાબડતોબ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચી મરણ જનાર દિનેશચંદ્ર પરમારની લાશનો કબજાે લઈ પંચો રૂબરૂ પંચનામું કરી લાશનપી.એમ.માટે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે મોકલી આ સંદર્ભે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!