રોડક્રોસ કરી રહેલા એક યુવકનું મોટર સાયકલની ટક્કર વાગતાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોત નિપ્જયું.

પ્રવીણ કલાલ ફતેહપુરા

ફતેપુરા સુખસર ગામે રાતના સમયે રોડની સામેની સાઈડે ગલ્લા તરફ રોડક્રોસ કરી રહેલા એક યુવકનું મોત સાયકલની ટક્કર વાગતાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના સાહવર તાલુકાના જખા ગામે રહેતા ૨૮ વર્ષીય રણજીતભાઈ સંતલાલ જાટ ગત તા. ૨૩-૧૧-૨૦૧૨ના રોજ રાતે સાડા સાત વાગ્યાના સુમારે સુખસર ગામે રોડની સામેની સાઈડે ગલ્લા તરફ રોડક્રોસ કરવા જઈ રહ્યા હતા તે વખતે પુરપાટ દોડી આવતી જીજે-૨૦ એ.આર-૯૪૨૨ નંબરની મોટર સાયકલના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી રોડક્રોસ કરી રહેલા રણજીતભાઈ સંતલાલ જાટ સાથે અથડાતાં તેને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે સુખસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તેનું મોત નિપજ્યું હતું.

આ સંબંધે મરણજનાર રણજીતભાઈ જાટની પત્ની સરોજબેન રણજીતભાઈ સંતભાઈ જાટે નોંધાવેલી ફરિયાદને આધારે સુખસર પોલિસે મોટર સાયકલના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: