મહેમદાવાદના ખેડૂત પાસેથી વ્યાજખોર ૧0 ટકા વ્યાજ વસૂલતા રૂપિયા ૨.૫0 લાખ માગ્યા

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પોલેસે શરુ કરેલ વ્યાજખોરીના ઝૂંબેશના પગલે  આજે વધુ એક વ્યાજખોર સામે ખેડા ટાઉનમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

મહેમદાવાદ તાલુકાના કતકપુરા ગામે રહેતા ૩૯ વર્ષીય મુકેશભાઈ કાળીદાસભાઇ ખાંટ પોતે ખેડૂત છે. વર્ષ ૨૦૧૮ના માર્ચ માસમાં તેમને ખેતી માટેનાણાંની જરૂરિયાત હોવાથી  તેઓએ પોતાની સાથે નોકરી કરતા મહેમદાવાદ તાલુકાના  મગનપુરા ગામના રાજેશભાઈ સોમાભાઈ ચૌહાણ પાસેથી રૂપિયા એક લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. રાજેશભાઈએ ત્રણ મહિનાના એડવાન્સ વ્યાજના રૂપિયા ૧૦ હજાર કાપી ૯૦ હજાર રૂપિયા મુકેશભાઈને આપ્યા હતા. તે સમયે સહી કરેલા ત્રણ કોરા ચેક મુકેશભાઈએ રાજેશભાઈને આપ્યા હતા. સંજોગો વસાત મુકેશભાઈ એ સમયસર પૈસા આપી શક્યા ન હતા અને આ બાદ વ્યાજખોર રાજેશભાઈએ મુકેશભાઈને બોલાવી એક ટાઈપ કરેલા લખાણ પર તેમની સહી કરાવી લીધી હતી. મુકેશભાઈએ વાંચવાનું કહ્યું તો,  વાંચવા દીધું નહીં અને જબરજસ્તી સહી કરાવી દીધી હતી. મિત્રએ પણ વ્યાજે નાણાં લીધા હતા તેની પાસે પણ બમણું વ્યાજ આ વ્યાજખોરે વસુલ્યુ આબાદ વર્ષ ૨૦૧૯માં મુકેશભાઈએ રાજેશભાઈને વ્યાજે લીધેલ મૂડી રૂપિયા એક લાખ રોકડા આપી દીધા હતા અને એ બાદ ૨૫ હજાર આપ્યા હતા. તો આ અગાઉ પણ વ્યાજના નાણાં મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૫ હજાર આપી દીધા હતા. આમ છતાં આ વ્યાજખોર રાજેશભાઈએ પણ  સિધુ ૧૦ ટકા વ્યાજ વસૂલી તમારે રૂપિયા ૨ લાખ ૫૦ હજાર ભરવાના છે તેમ કહ્યું હતું. જોકે આ નાણાં ન આપતાં મુકેશભાઈના ૩ ચેકમાં થી  બે ચેક મોટી રકમ ભરી વટાવતાં ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે પરત ફર્યા હતા. આ સમયે મુકેશભાઈને જાણવા થઇ હતું કે તેમના મિત્ર મંગાભાઈ નાથાભાઈ સોઢાએ પણ રાજેશ ચૌહાણ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને તેમની સાથે પણ આવો બનાવ બન્યો છે. આથી મુકેશભાઈ ખાટે સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસ મથકે વ્યાજખોર રાજેશભાઈ સોમાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!