જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પીસી પીએનડીટી એકટ અંતર્ગત સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

રાજ્યની દિકરીઓને લઇ સતત ચિંતીત રાજય સરકારની સુચના અને માર્ગદર્શન અનુસાર ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી.એ. ધ્રુવેની અધ્યક્ષતામાં પીએનડીટી એકટ હેઠળ ગાયનેકોલોજીસ્ટ/રેડીયોલોજીસ્ટનો વર્કશોપ સાયપ્રસ હોટલ, સેલ્સ ઈન્ડીયાની પાછળ, નડિયાદ ખાતે યોજવામા આવ્યો હતો. જેમાં દીકરીઓને સંબધિત સરકારી યોજનાઓ, દીકરીના જન્મદર અને કુટુંબ કલ્યાણ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર વાત કરવામાં આવી હતી. આ પ્રંસગે ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી.એ. ધ્રુવેએ ઉપસ્થિત ડોક્ટરઓને આરોગ્ય તંત્રની સરકારી યોજનાઓ થકી તેમને ત્યાં આવતા લાભાર્થીઓને મહત્તમ યોજનાકીય લાભ અપાવવા અપીલ કરી હતી. તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, ડૉ.શાલીની ભાટિયાએ કુટુંબ કલ્યાણને લગતી યોજનાઓની માહીતી વિસ્તારથી આપી હતી. સમાજમાં દિકરા-દિકરીઓના અસમતુલાને કારણે ઉભા થતા સામાજિક દુષણો તથા દીકરીના ગર્ભ પરીક્ષણ જાતિની પસંદગી અટકાવ કરી દિકરીના જન્મદરમાં વધારો થાય તેમજ દીકરીની સુરક્ષા અને સલામતી અંગેનો પ્રચાર પ્રસાર કરી શકાય તે હેતુસર આર.સી.એચ.ઓ.  ર્ડા.એ.એ.પઠાન તથા સબ ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી ડો.સિરાજ વ્હોરાએ કાયદાકીય અને ટેક્નીક્લ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરી વર્કશોપમાં ઉપસ્થિત ગાયનેકોલોજીસ્ટ તથા રેડીયોલોજીસ્ટને માર્ગદર્શન આપ્યુ હતુ. ઉપરાંત જિલ્લા સરકારી વકીલ  ઉમેશ ઢગટે પીસી પીએનડીટી એકટના કાયદાકીય સમજની સાથે સમાજમાં દીકરીઓના મહત્વની વાત કરી હતી. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં ડોક્ટરઓએ તથા કર્મચારીએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: