દશેરાના પાવન અવસરે દાહોદવાસીઓએ દશેરાની ઉજણી ધામધુમ પુર્વક કરી
દાહોદ તા.૧૮
દાહોદ શહેર સહિત જિલ્લામાં નવરાત્રીના પ્રારંભથી જ દાહોદવાસીઓ નવલી નવરાત્રીના નવ દિવસ માં અંબેની ભÂક્તમાં મગ્ન બની તેમજ ખૈલેયાઓ મન મુકીને મોડી રાત્રી સુધી ગરબામાં ઝુમ્યા હતા ત્યારે નવરાત્રીના સમાપન બાદ આજરોજ દશેરાના પાવન અવસરે દાહોદવાસીઓએ દશેરાની ઉજણી ધામધુમ પુર્વક કરી હતી. આખો દિવસ દાહોદવાસીઓએ ફાફડા-જલેબીનો સ્વાદ માણ્યા બાદ રાત્રીના સમયે શહેરમાં વિવિધ સ્થળે યોજાતા રાવણ દહન કાર્યક્રમમાં પણ જાડાયા હતા.
માં આદ્યશÂક્ત નવરાત્રીના નવ દિવસ દરમ્યાન માં અંબેની આરાધના,પુજા અર્ચના સહિત ગરબામાં માંઈ ભÂક્ત લીન બન્યા હતા અને નવરાત્રીના દિવસોમાં શહેરીજનોએ ગરબાનો આનંદ પણ માણ્યો હતો. નવરાત્રીના સમાપન બાદ આજરોજ ખાણીપીણીમાં સ્વાદપ્રિય જનતા એવા દાહોદવાસીઓએ દશેરાના તહેવારે ફાફડા-જલેબીનો સ્વાદ માણ્યો હતો. સવારથી જ શહેરના ફાફડા-જલેબી,ફરસાણની દુકાનોમાં મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જાવા મળી હતી અને ફાફડા-જલેબીનુ ધુમ વેચાણ પણ શહેરમાં થયુ હતુ. દશેના પાવન અવસરે દાહોદવાસીઓએ દશેરાની ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. રાત્રીના સમયે શહેરમાં રાવણ દહન કાર્યક્રમ પણ યોજાવામાં આવ્યો હતો જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરેલ સાત રસ્તા ખાતે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સૌ પ્રથમ કલાકારો દ્વારા રામલીલાનુ નાટક ભજવવામાં આવ્યુ હતુ અને બાદમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો તેવી જ રીતે ગોવિંદનગર,ગોદીરોડ જેવા વિવિધ સ્થળો પણ રાવણ દહન યોજાયો હતો.