મહુધાના મુવાડી કેનાલની કૂંડી તૂટી જતાં રસ્તા પર પાણી ભરાયાં.
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
મહુધા તાલુકાના ઓધાજીની મુવાડી ગામે કેનાલની કૂંડી લીકેજ થતા સિંચાઈના પાણી ગામમાં ફરી રહ્યા છે.છેલ્લા બે મહિનાથી કેનાલનું પાણી ગામમાં ફરી રહ્યું છે, પરંતુ તંત્ર
દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
સ્થાનિકો દ્વારા સિંચાઈ વિભાગને રજૂઆત કરવા છતાં કુંડી રીપેર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગામના આગેવાન રઈજીભાઈ ઝાલાએ જણાવ્યું હતુ કે ઓધાજીની મુવાડી ગામ મહુધા અને કઠલાલ તાલુકાના સીમાડા પર આવે છે.નર્મદા કેનાલમાંથી નીકળતી અને સણાલી શાખા અહીં આવીને પુરી થાય છે. જેની છેલ્લી કૂંડીમાં બે મહીના અગાઉ નીચેના ભાગેથી લીકેજ થઈ હતી. જે હજી સુધી ચાલુ જ છે. જેના કારણે કુંડ માંથી નીકળતું પાણી પ્રાથમિક શાળા પાસે થઇ ગામનીપાર જાય છે. રસ્તા પર ફરી રહેલાપાણીને કારણે શાળાએ જતા બાળકો કે ખેતરમાં જતા ખેડુતને ઠંડીમાંપાણીમાંથી પસાર થવું પડે છે. કેનાલ પરના ગેટમેનને વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરતુ નથી. જેના કારણે બે મહિનાથી સિંચાઈ માટેનું પાણી વેડફાઈ રહ્યું છે.