મહેમદાવાદ પંથકમાં વધુ એક વ્યાજખોર સામે ફરીયાદ નોંધાઇ.

નરેશ ગણવાણી બુરોચિફ નડિયાદ

મહેમદાવાદ પાસેના કતકપુરામાઘરના મોભીએ પુત્રવધુની ડીલવરીમાટે વ્યાજે  માતા-પુત્ર પાસેથી નાણાં લીધા હતા. ઊંચું વ્યાજ ન મળતાં વ્યાજખોરમાતા-પુત્ર એ મોટરસાયકલ અને આરસી બુક બળજબરીથી પડાવી લેતાં સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.મહેમદાવાદ તાલુકાના કતકપુરા બોડીરોજી ગામે રહેતા રઈજીભાઈ અંબાલાલ વાઘેલાની પુત્રવધુને ડીલેવરી હોવાથી તેના સારવાર અર્થે તેઓએ મહેમદાવાદમાં માલવા ફળિયામાં રહેતા મુમતાજબેનઉર્ફે મુન્નીબેન રફિકભાઈ મનસુરી અને તેમનો દીકરો ઈકબાલભાઈ મન્સૂરી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આરઈજીભાઈએ ઉપરોક્ત માતા પુત્ર પાસેથી વ્યાજે દસ હજાર રૂપિયા લીધા હતા. જેના દર મહિને રૂપિયા બે હજાર લેખે વ્યાજ આપવાનું નક્કીકરાયું હતું. છ મહિના સુધી કુલ વ્યાજ
રૂપિયા ૧૨ હજાર આપ્યા હતા.આમ છતાં પણ વધુ વ્યાજ મેળવવા માટે  વ્યાઝખોર  એ રયજીભાઈના ઘરે જઈ નાણાં બાકી છે તેમ જણાવતા હતા. અને નાણાંની ભરપાઈ ન કરતા છેવટે વ્યાજખોર
રયજીભાઈના પુત્રનું મોટરસાયકલઅને આરસી બુક, આધાર કાર્ડ બળજબરીથી લઇ લીધા હતા. ઉપરાંતરસ્તામાં મળે ત્યારે આ વ્યાજખોર કહેતા કે, વ્યાજના અવેજમાં આ મોટરસાયકલ તેમના નામે કરી દેવાની ધમકી આપતા હતા. આથી આ સમગ્ર બનાવ સંદર્ભે રયજીભાઈઅંબાલાલ વાઘેલાએ  વ્યાજખોર  મુમતાજબેન ઉર્ફે મુન્નીબેન રફિકભાઈ મન્સૂરી અને ઈકબાલભાઈ રફીકભાઈ મન્સૂરી સામે મહેમદાવાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!