ચકલાસીથી ૧.૬૨ લાખ ના મુદ્દામાલ સાથે બે ઇસમ ઝડપાયા.

નરેશ ગણવાણી બુરોચિફ નડિયાદ

એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચકલાસી પો.સ્ટે. વિસ્તાર કણજરી ચોકડી પાસે  એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત ગોવિંદભાઇ ને બાતમી મળી હતી કે  ભોઇવાસ ચકલાસી જાદવપુરા ખાતેથી  હાર્દિકકુમાર રતીલાલ ભોઇ રહે. ભોઇવાસ ચકલાસી અને વિશાલકુમાર ઉર્ફે જગો દિનેશભાઇ પરમાર રહે. ચકલાસી, લક્ષ્મીપુરા, પાસે થી એક ડ્રીલ મશીન, બે સોલર પેનલ/પ્લેટ તથા એક સબમર્શીબલ પંપની સાથે ભોઇવાસ ચકલાસી જાદવપુરા ખાતેથી શકમંદ હાલતમાં મળી આવતા  મુદ્દામાલના માલીકી અંગેના દસ્તાવેજો તથા આધાર પુરાવા માંગતા તેની પાસે નહી હોવાનું જણાવતા અને કોઇ સંતોષકારક જવાબ નહી આપતા તમામ મુદ્દામાલ ચોરી અને છળકપટથી મેળવેલ હોવાનો શંકા જતાબંન્ને ઇસમોની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન  સામાન પૈકી ડ્રીલ મશીન આજથી આશરે બે દિવસ પહેલા ભુમેલ લક્ષ્મીપુરા બુલેટ ટ્રેનના પીલર  ની ઉપરથી ચોરી કરેલ હતી તેમજ સોલર પેનલપ્લેટ આજથી આશરે બે મહીના પહેલા બેડવા ગામે બુલેટ ટ્રેનનું કામકાજ ચાલુ હોય ત્યાથી ચોરી કરેલ હતી તેમજ સબમર્શીબલ પંપ વાસદના રાજુપુરા ગામની પાસે આવેલ ખેતરમાંથી ચોરી કરી હતી. જે બાબતે તપાસ કરતા  ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે ડ્રીલ મશીન ચોરી બાબતનો ગુનો દાખલ થયેલ છે. ડ્રીલ મશીન બે નંગ સોલર પેનલ/પ્લેટ  તથા સબમર્શીબલ પંપ તથા બંન્ને ઇસમોના મોબાઇલ ફોન  મળી કુલ રૂ. ૧ લાખ ૬૨ હજાર ૫૫૦નો મુદ્દામાલ સાથે બન્ને ઇસમોની અટકાયત  કરી વધુ કાર્યવાહી ચકલાસી પોલીસ સ્ટેશને સોંપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!