ઝાલોદ તાલુકાની વેલપુરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિન ઉજવાયો
પંકજ પંડિત ઝાલોદ
વેલપુરા પ્રા.શાળા 70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં પ્રવેશ કરતાં સ્થાપના દિનની ઉજવણી તા.01-02-2023 ના રોજ કરવામાં આવી.પૂજા અર્ચના કરી કાર્યક્રમ શરુ થયો.સ્વાગત ગીત,સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમત ગમત સ્પર્ધાઓ યોજાઇ.એસ.એમ.સી.અધ્યક્ષ મનુભાઇ ચરપોટ,વડીલો માનસીંગભાઇ વગેરે તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા.તેમણે બાળકોને ખૂબ ભણી આગળ વધવા જણાવ્યું.આચાર્ય પ્રવીણસિંહ એલ.મકવાણાએ સર્વેને આવકારી શાળા વિશે વાત કરી.સ્ટાફ મિત્રોની અથાગ મહેનત અને બાળકોના અપ્રતિમ ઉત્સાહથી કાર્યક્રમ સંપૂર્ણ સફળ રહ્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દક્ષેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું.