દાહોદ જિલ્લામાં ડીઆરડીએ ખાતે વિવિધ ૯૫ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા

સિંધુઉદય ન્યુસ

ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે વિવિધ યોજના અંતર્ગત જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાની અંદાજીત કુલ ૯૫ જગ્યાઓની ભરતી માટે સતત ત્રણ દિવસ સ્ક્રીનીંગ કમિટી દ્વારા સઘન પ્રક્રિયા હાથ ધરી અંદાજીત કુલ ૬૭૨ ઉમેદવારો ના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવીકે મનરેગા, મિશન મંગલમ, પ્રધાન મંત્રી ગ્રામીણ આવાસ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ લાભાર્થી સુધી પહોચાડવા માટે જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાના અધિકારી તેમજ કર્મચારીઓનો મહત્વની ભૂમિકા રહેલી છે. તમામ યોજનાનો ગ્રામ કક્ષાએ વધુમાં વધુ પ્રચાર – પ્રસાર થાય અને તેનો લાભ લાભાર્થી સુધી સમયસર પહોચે તેના માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ હસ્તકની ખાલી રહેલ કુલ ૯૫ જગ્યાઓ માટે ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કુલ ૫ સભ્યોની સ્ક્રીનીંગ કમિટી દ્વારા તારીખ ૨ થી ૪ દરમ્યાન સતત ત્રણ દિવસ હાજર રહેલ તમામ ઉમેદવારોના મોડા રાત્રે ૯ થી ૧૦ વાગ્યા સુધી પણ હાજર રહી તમામ ના મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. સતત ત્રણ દિવસ ચાલેલ આ ઈન્ટરવ્યુમાં કુલ ૬૭૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી સરકારશ્રીની વિવિધ યોજનામાં જોડાવા માટે વિવિધ તાલુકા / જિલ્લામાંથી હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!