નડિયાદમાં સંતરામ મંદિરના લોકમેળાનો આજથી પ્રારંભ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદમાં સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજશ્રીનો ૧૯૨મો સમાધિ મહોત્સવ ધામધૂમ અને ભકિતભાવ પૂર્વક ઉજવાશે પરંપરાના મુજબ દર વર્ષે માહપૂર્ણીમાના દિવસે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવશે મહાસુદ પૂનમે મંદિરના પરિસરમાં સંધ્યાએ મહાઆરતી પૂ. મહારાજના હસ્તે કરવામાં આવશે.આ દિવ્ય મહાઆરતીના દર્શન કરવા ભાવિક ભકતજનો મોટી સંખ્યામાં ઉમટી પડ છે. આરતીબાદ જય મહારાજના ગગનભેદી નાદ સાથે મહારાજશ્રી તથા અન્ય શાખા મંદિરના મહંતોના હસ્તે દિવ્ય સાકરવર્ષા મહોત્સવ ઉજવાશે મહાપૂર્ણિમાના દિવસે વહેલી સવારે ૪.૩૦ કલાકે ધ્યાન, તિલક દર્શન ૪.૪૫ કલાકે એ બાદ મંગળા દર્શન સવારે ૫:૪૫ કલાકે અને સાંજે ૬ વાગ્યે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવશે.દિવ્ય અખંડ જ્યોત અને પાદુકાના દર્શન સવારે ૫.૪૫થી રાત્રે ૮ વાગ્યા સુધી કરી શકાશે. આ મેળાનાં બંદોબસ્તમાં ૧ ડીવાયએસપી, ૫ પીઆઈ, ૨૪ પીએસઆઇ, ૨૫૬ કોન્સ્ટેબલ, ૪૫ મહિલા, ૨૫૦ હોમગાર્ડનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નડિયાદ શહેરના સંતરામ રોડ પર પાથરણાવાળાઓએ બંન્ને બાજુ રોડ પર બેસી ગયા છે. તો વિવિધ ખાણીપીણીના સ્ટોલ અને લારીઓએ આકર્ષણ જમાવ્યું છે. આ સાથે સાથે નાના બાળકોથી માંડીને મોટેરાઓ માટેની વિવિધ રાઈડ્સ પણ આવી ચૂકી છે.



