વડતાલ માં મહાસુદ પૂનમે દિવ્ય શાકોત્સવ તથા ૭૩મી રવિસભા યોજાશે.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમ ને તા.૫મી ફેબ્રુઆરી રવિવાર ના રોજ દિવ્ય શાકોત્સવ યોજાશે.સાથે સાથે ૭૩મી રવિસભા વડતાલ મંદિર ના ઐતિહાસિક સભામંડપ માં સવારે ૭થી૧૦.૩૦ કલાક દરમ્યાન યોજાશે.જેના વકતપદે પુ.જ્ઞાન જીવન સ્વામી .કુંડળ.બિરાજી કથા નું રસપાન કરાવશે.આ ઉપરાંત ગોમતી તીરે નૂતન અક્ષરભુવન ખાતે પ્રથમ સ્તંભ સ્થાપન સમારોહ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી ના આચાર્ય ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ.ચેરમેન દેવસ્વામી.સત્સંગ મહા સભા ના પ્રમુખ નૌત્તમ સ્વામી સહિત સંપ્રદાયના સંતો મહંતો તથા મોટી સંખ્યા માં હરિભક્તો ઉપસ્થિત રહેશે.તો ચરોતર ના સહુ ભક્તો ને કથા દર્શન નો લાભ લેવા ડો.સંત સ્વામી એ હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.