દાહોદની વિવિધ હોસ્પિટલો ખાતે સોશ્યલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન તાલીમ વર્કશોપ યોજાઈ
સિંધુ ઉદય ન્યુસ
દાહોદ જીલ્લામાં જે.એસ.ચૌહાણ હૉસ્પિટલ દેવગઢ બારીયા ખાતે ગત રોજ અને આજ રોજ સબ ડીસ્ટ્રીકટ હૉસ્પિટલ ઝાલોદ ખાતે સોશ્યલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન તાલીમ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ગ ૧-૨ ના તમામ અઘિકારી થી લઇ ને વર્ગ ૩-૪ ના કર્મચારીઓ માટે સોશ્યલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેટરની મેડિકલ ઇમરજન્સીની તાલીમ એક દિવસ ની યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ તાલીમ કરવામાં આવી હતી. આ તાલીમની અંદર ટ્રેનર તરીકે ગોત્રી મેડીકલ કોલેજના ડૉ કુંદન અને ડૉ મોદી તેમજ જીલ્લા તાલીમ ટીમ ના ડૉ નિતલ બામણીયા તેમજ જીલ્લા સોશ્યલ બિહેવીયર ચેન્જ કોમ્યુનિકેટર દિપક પંચાલ સહિત ના ઉપસ્થિત રહી સબ ડીસ્ત્રિક્ટ ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને પોતાની ફરજ દરમ્યાન હૉસ્પિટલમાં કંઇ રીતે વર્તન વ્યવહાર કરવો તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યાં હતા. તેમજ દર્દી પ્રત્યે તથા દર્દીઓના સગાઓ સાથે કયાં પ્રકારનું વર્તન વ્યવહાર કરવો તે અંગેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મેડિકલના કાયદાઓ કલમો ક્રાઉડ મેનેજમેન્ટ અને મીડ્યા મેનેજમેન્ટ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.