સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમિનાર યોજાયો

સિંધુ ઉદય ન્યુસ

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમિનાર નું આયોજન આજ રોજ  કરાયું હતું. સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે  આઈ.આઈ.સી./જી.આઈ.સી./એસ.એસ. આઇ.પી. 2.0 સેલ દ્વારા “પથયાત્રા – સકસેસ સ્ટોરીઝ ઓફ ઇનોવેટર્સ / સ્ટાર્ટઅપ” વિષય ઉપર સેમિનાર યોજવામાં આવ્યોહતો. જેમાં તજજ્ઞો, ડો. ડી. બી. જાની, સહ પ્રાધ્યાપક, યાંત્રિક ઇજનેરી વિભાગ, સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ તથા શ્રીમાન અંકિત શર્મા, કોફાઉન્ડર તેમજ સીઈઓ, સી એન્ડ સી તથા શાયર દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવ્યાહતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત ગણમાન્યોમાં અધ્યાપક ગણ તથા સંસ્થાના આચાર્યશ્રી એ પણ હાજરી આપેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કોઓર્ડીનેટર શ્રીઓ  ડો. મહેશ ચુડાસમા અને  ડો. નિરવ ઉમરાવીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!