ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે સંત શીરોમણી રવિદાસજીની 646 મી જન્મજયંતિ ઉજવવામાં આવી
પંકજ પંડિત ઝાલોદ
ચંડી ચાંમુંડા માતાજી મંદિરે ખાંગુડા રોહિદાસ પરિવાર દ્વારા જન્મ જયંતી ઉજવવામાં આવી
દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે ચંડી ચામુંડા માતાજી મંદિરે લીલવાઠાકોર ખાંગુડા રોહિદાસ પરિવાર ધ્વારા પૂજય શ્રી સંત શિરોમણી શ્રી ગુરૂ રવિદાસ મહારાજની 646મી જન્મ જયંતિ ઉજવવામાં આવી જેમા ખાંગુડા રોહિદાસ સમાજના અગ્રણીઓ વડીલો દ્વારા સંત શિરોમણી શ્રી ગુરૂ રવિદાસ વિશે માગૅદશૅન આપવામાં આવ્યું જેમા ઉપસ્થિત લીલવાઠાકોર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ મુકેશભાઈ ખાંગુડા તથા સમાજ આગેવાનોમા નારણભાઈ ખાંગુડા , પરસોતમભાઈ ખાંગુડા , હેમચંદભાઈ ખાંગુડા , અંબુભાઈ ખાંગુડા , દેવચંદભાઈ ખાંગુડા ,મોહનભાઈ ખાંગુડા, રમેશભાઈ ખાંગુડા, માંગુભાઈ ખાંગુડા,અમીચંદભાઈ ખાંગુડા, કિરીટભાઈ ખાંગુડા, સુરેશભાઈ કાળુભાઈ ખાંગુડા, કિશોરભાઈ ખાંગુડા, શંકરભાઈ ખાંગુડા, વનરાજખાંગુડા તેમજ લીલવાઠાકોરના તમામ ખાંગુડા પરિવારના આગેવાન વડીલો તેમજ બાળકો હાજર રહી સંત શિરોમણી શ્રી ગુરૂ રવિદાસ મહારાજની આરતી ઉતારી પુષ્પાંજલિ કરી અને સમાજના આગેવાન નારણભાઈ ખાંગુડા તેમજ હેમચંદભાઈ ખાંગુડા અને ઉપ સરપંચ મુકેશભાઈ ખાંગુડા ધ્વારા સંત શિરોમણી શ્રી ગુરૂ રવિદાસ મહારાજ વિશેષ માગૅદશૅન આપવામાં આવ્યુ તેમજ સમાજ ના કુરિવાજો તેમજ સમાજ શિક્ષણ ક્ષેત્રે વધુમા વધુ આગળ વધે અને આપણે સૌ પણ ધ્યાન આપીએ તેમજ સમાજ નુ સંગઠન વધુ વધુ મજબૂત બને અને બનાવીએ તેવી હાંકલ કરવામાં આવી