ઝાલોદ નગરમાં રોહિત સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી રોહીદાસની 646 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
પંકજ પંડિત ઝાલોદ
રોહિત સમાજના લોકો મોટા પ્રમાણમાં શોભાયાત્રામાં જોડાયા


વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બસસ્ટેન્ડ વિસ્તારમાં શોભાયાત્રામાં ઉપસ્થિત સહુ લોકોને ઠંડાપીણા પીવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું
ઝાલોદ નગરમાં રહેતા રોહિત સમાજ દ્વારા મહાસુદ પુનમ 05-02-2023 નાં રવિવારના રોજ સંત શ્રી શિરોમણી રોહીદાસની 646મી જન્મ જયંતીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
રોહિત સમાજ દ્વારા બપોરે 4 કલાકે સહુ ભેગા થઈ ડુંગરી ફળિયા થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સમાજના બાળકો, વડીલો, બહેનો સહુ કોઈ મોટા પ્રમાણમાં જોડાયા હતા. સંત શ્રી રોહીદાસજીની શોભાયાત્રા નગરના દરેક વિસ્તારોમાં ફરી હતી. આખી શોભાયાત્રા દરમ્યાન ભજન અને રાશ ગરબા રમતાની રમઝટ વચ્ચે લોકો ઝૂમતા જોવા મળ્યા હતા. શોભાયાત્રા દરમ્યાન રોહિત સમાજની સહુ મહિલાઓ દ્વારા લાલ કલરની સાડી સમાજની એકતા દર્શાવતું હતું તેમજ પુરુષો માથે પાઘડી પહેરી ફરતા શોભાયાત્રામાં અનેરું આકર્ષણ જોવા મળતું હતું. શોભાયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બસસ્ટેન્ડ વિસ્તારમાં શોભાયાત્રામાં જોડાયેલ સહુ લોકોનું સ્વાગત ઠંડાપીણાં પીવડાવી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના પુરી થતાં સમાજના સહુ લોકોએ મહાઆરતી કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ રાત્રે સમાજના સહુ લોકો ભેગા મળી સંત રવિદાસજી ની ભવ્ય સંતવાણીનું આયોજન કરેલ હતું તેમાં સમાજના સહુ લોકો ઉપસ્થિત રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.

