આણંદ એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ૩ મોત

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

આણંદ નજીક વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે મોડી રાત્રીના સમયે  અકસ્માત થયો હતો ટ્રક ચાલકે એક્સપ્રેસ હાઈવેની મુખ્ય લાઈન ઉપર કોઈપણ જાતના ભયસિગ્નલ આપ્યા વગર ટ્રક ઉભી કરી દીધી હતી. વડોદરામાં દવાઓના વેપાર સાથે સંકળાયેલા અને મૂળ ડાકોરના વતની અમિતભાઇ પંડ્યા કૌટુંબિક કામે ડાકોર આવ્યા હતા. જેઓ વડોદરા પરત ફર્યા હોઈ ઈકો ગાડીના ડ્રાઈવર સુનિલ વિનોદભાઈ પરમારને ફોન કરતા તેઓ અન્ય બે મિત્રો ચિરાગ કિરણભાઈ સોલંકી અને રાહુલ કનુભાઈ માળીને સાથે લઈ અમિતભાઇને વડોદરા મુકામે મુકવા ગયા હતા. રાત્રીના ડાકોરથી રવાના થયેલ ઈકો ગાડી રાત્રે વડોદરા પહોંચી હતી. જ્યાં અમિતભાઇ પંડ્યાને ઘરે ઉતારી સુનિલ પરમાર અને અન્ય બે મિત્રો સાથે ડાકોર પરત આવવા નીકળ્યા હતા. જે દરમિયાન વડોદરા અમદાવાદ એક્સપ્રેસ માર્ગ ઉપર આ જીવલેણ અકસ્માત નિપજયો હતો. વડોદરાથી અમદાવાદ જતા એક્સપ્રેસ હાઇવે ઉપર વહેરાખાડી ગામથી આગળ ગણેશપુરા પાસે ઇકો કાર ત્યાં બંધ પડેલ ટ્રક-ટ્રેઇલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી અને ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થયેલ છે. સુનીલભાઈ વિનોદભાઇ પરમાર તથા ચિરાગભાઈ કિરણભાઈ સોલંકીને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અને તેઓ બંનેને માથામાં, મોઢા ઉપર તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી અને ઈકો કારમાં બેઠેલ અન્ય વ્યક્તિ રાહુલભાઇ કનુભાઇ ગંભીર ઈજાઓ  થતાં સ્થળ પર જ મરણ ગયેલ અને સુનીલભાઈ અને ચિરાગભાઈને આણંદ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેઓને ફરજ ઉપરના ડોક્ટરે મરણ જાહેર કર્યા હતા. પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!