નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. નડિયાદ ફાયર વિભાગની ટીમે આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ઘરવખરી બળીને રાખ થઈ ગઈ.
નડિયાદ શહેરના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગર ચબુતરી ચોકમાં રહેતા જગદીશભાઇ ગોપાલભાઈ ના મકાનમાં આજે સવારે આગ લાગી હતી. ઘરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે આસપાસના બિજા મકાનો આગની ઝપેટમાં આવે તે પહેલાં નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધું હતુ. આ આગના કારણે મકાનમાં રાખેલ મોટભાગની ઘર વખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોય તેઉ અનુમાન ફાયર વિભાગે કર્યું છે.