મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્રારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે માહિતી બ્યુરો મહિસાગર,

અમિત પરમાર

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીનાં આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ઘ્વારા ૧૧/૦૨/૨૦૨૩ને શનિવારનાં રોજ ૧૦:૦૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમાધાન લાયક કેસો જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસો ,નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ૧૩૮નાં કેસો ,બેક રીકવરીનાં કેસો ,અકસ્માત વળતરનાં કેસો,મજૂર ડીસ્પ્યૂટનાં કેસો ,જમીન સંપાદનનાં કેસો ,ફેરફાર/ભાગલા/વિભાજન/ભાડા બેંક વસુલાત / સુખાધિકારીનાં હકકો વિગેરેનાં દિવાની દાવાઓ ,વીજળી અને પાણીનાં બીલનાં કેસો ,પ્રી-લીટીગેશન કેસો ,રેવન્યુ કેસીસ ,ભરણ પોષણનાં કેસો અને કૌટુંબીક ઝઘડાનાં કેસોનો સમાધાન લાયક કેસો તેમજ અન્ય સમાધાન લાયક કેસોનો સમાધાનપૂર્વક નીકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેસો મુકવા ઈચ્છતા પક્ષકારો, વકીલો, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર મું.લુણાવાડા તથા મહીસાગર જીલ્લાની જે તે તાલુકા કાનુની સેવા સમિતીનાં ચેરમેનશ્રીઓને સંપર્ક કરવો.તેમ ફૂલ ટાઈમ સેકેટરી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર-લુણાવાડાની અખબારી યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: