એક જ દિવસમા ઝાલોદ, દાહોદ ટાઉન “બી” ડિવી. પો.સ્ટે.વિસ્તારમાથી બે પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
અજય સાસી
એક જ દિવસમા ઝાલોદ, દાહોદ ટાઉન “બી” ડિવી. પો.સ્ટે.વિસ્તારમાથી બે પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
જિલ્લામા પ્રોહીની અસામાજીક પ્રવૃત્તીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી/પરીવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારુ મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ નાઓએ પોલીસ અધિકારીશ્રીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ જે અનુસંધાને એલ.સી.બી.સ્ટાફના માણસોની ટીમો પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતા.દરમ્યાન એલ.સી.બી., પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.સી.કાનમીયા નાઓની સુચના મુજબઆજરોજ એલ.સી.બી., ટીમ ઝાલોદ પો.સ્ટે વિસ્તારમા પ્રોહી પેટ્રોલીંગમા નિકળેલ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, એક TVS કંપનીની Redon મો.સા.ઉપર ગે.કા.દારુનો જથ્થો ભરીને રાજસ્થાન બડાડુંગરા તરફથી ગોધરા તરફ જનાર છે.જે હકિકત આધારે એલ.સી.બી.ની ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી (૧) બહાદુરભાઇ મગનલાલ યાદવ રહે. ડુંગરા તા.સજજનગઢ જી બાંસવાડા (રાજસ્થાન) તથા (૨) ભરતભાઇ માનસિગભાઇ રાઠોડ રહે.ડુંગરા તા.સજજનગઢ જી.બાંસવાડા (રાજસ્થાન) કરેલ એમ બે આરોપીઓ ને ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની બોટલો નંગ-૨૪૦ કિ.રૂ.૨૫,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમા ઉપયોગમા લીધેલ સુઝુકી એવીનીશ મો.સા મળી કુલ કિ.રુ.૪૫,૨૦૦/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યું હતું . તેમજ બીજી ટીમ દાહોદ ટાઉન “બી” ડિવી. પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, દાહોદ બસ સ્ટેશનના કંપાઉન્ડમાં બે બહેનો પોતાના હાથમાં પ્લાસ્ટીક થેલીમાં કેટલોક ઈગ્લીશ દારુ લઇ ઉભેલ છે. જે બાતમી હકિકત આધારે મહીલા પોલીસને સાથે રાખી વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી બે મહીલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી, દાહોદ ટાઉન બી ડીવી પોલીસે આરોપી (૧) સુશીલાબેન દિતાભાઇ મેડા રહે નઢેલાવ કાંગણી ફળીયા તા.ગરબાડા જી.દાહોદ (ર) પાયલબેન વિજયભાઇ પરમાર રહે.માતવા તા.ગરબાડા જી.દાહોદ ને ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટીકની બોટલો નંગ-૪૨૯ કિ.રૂા.૪૪,૦૪૮/-નો પ્રોહી મુદ્દામાલ.સાથે ઝડપી પડી કાયદેસર ની કાર્યવાહી કરી હતી. આ રેડ ને પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમીયા એલ.સી.બી. દાહોદ , એ.એસ.આઇ. હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બ.નં.૧૦૦૨ એલ.સી.બી. દાહોદઅ.હે.કો.મહેશભાઇ નરતવતભાઇ બ.નં.૭૨૧ એલ.સી.બી. દાહોદ , અ.પો.કો.દિનેશભાઇ મોહનભાઇ બ.નં.૧૨૫૮ એલ.સી.બી. દાહોદઅ.હે.કો કરણભાઇ બચુભાઇ બ.નં.૧૦૯૦ એલ.સી.બી. દાહોદ , અ.પો.કો.પ્રીતકુમાર રમેશભાઇ બ.નં.૧૦૯૭ એલ.સી.બી. દાહોદઅ.પો.કો. રવિન્દ્રભાઇ દિલીપભાઇ બ નં ૧૨૪૮ એલ.સી.બી. દાહોદ ,વુ.હે.કોન્સ.કમળાબેન રમેશભાઇ બ નં ૬૭૨ એલ.સી.બી. એ એકજ દિવસ માં ઝાલોદ ટાઉન તથા બી ડીવી પો.સ્ટે.વિસ્તારમાથી બે પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી.


