ગેસની પ્લાસ્ટીકની પાઇપોની ચોરી કરતા ત્રણ ઇસમોને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ.
અજય સાસી
નેત્રમ સી.સી.ટીવી કેમેરા તથા પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ગેસની પ્લાસ્ટીકની પાઇપોની ચોરી કરતા ત્રણ ઇસમોને પકડી કુલ કિં . રૂ .૧,૭૨,૦૦૦ / -નો મુદ્દામાલ રીકવર કરી દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટેનો યોરીનો તેમજ દેવગઢ બારીયા પો.સ્ટેનો ધરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસ મહેનાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા મેપોલીસ અધિક્ષકશ્રી દાહોદ શ્રી બલરામ મીણા સાહેબ તથા મેમદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓએ જીલ્લામા બનતા ચોરી / ધરફોડ / લુંટના ગુન્હાઓ બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુન્હાઓને ડીટેકટ કરી ચોર મુદ્દામાલ શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ આપી માર્ગદર્શન પુરૂ પાડેલ . જે અનુસંધાને દાહોદ ટાઉન બી – ડીવીઝન પોસ્ટે ખાતે ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લીમીટેડ કંપનીની ઓફીસ ખાતેથી ગેસની પાઇપ લાઇનોના બંડલો કિ.રૂ .૧૭૨૦૦૦ / ની ચોરીનો બનાવ બનેલ જે અનુસંધાને દાહોદ ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ.ગુ૨૬-૧૧૮૨૧૦૫૩૨૩૦૦પ ૩ / ૨૦૨૩ ઇપી કો કલમ -૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ સદર ગુન્હો શોધવા સારૂ બી – ડીવીઝન પોસ્ટના પોલીસ ઇન્સપેકટરશ્રી એમ એન દેસાઇ સાહેબનાઓએ દાહોદ ટાઉન બી – ડીવીઝન પોસ્ટેના એસએમઠાકોર પો.સબ.ઇન્સનાઓના નેજા હેઠળ પો.સ્ટેના ડી સ્ટાફ તથા ચીકી / બીટના પોલીસ માણસોની જુદી જુદી ટીમો બનાવી ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેકટ કરવા સારૂ જાતે સંકલનમાં રહી ગુન્હાવાળી જગ્યાના ટાવર ડમ્પ તથા સી.સી.ટીવી કેમેરા ચેક કરી ચોર ઇસમોની તપાસ કરવા સારૂ કડક સુચનાઓ આપેલ જે અનુસંધાને દાહોદ શહેરમા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લાગેલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમના સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ગુન્હાવાળી જગ્યાએથી ત્રણ અજાણ્યા ઇસમો એક છોટા હાથી ટેમ્પો નં . GJ , 20×2194 મા પ્લાસ્ટીકના પાઇપ ચોરી કરી ભરી લઇ જતા નજરે પડેલ જેથી પોકેટ કોપ એપ્લીકેશન ઇ – ગુજકોપ આષારે છોટા હાથી ટેમ્પો નં . GJ.20 , X2194 નો સર્ચ કરતા સદર છોટા હાથી ટેમ્પો ખમણભાઇ સમસુભાઈ પરમાર રહે , ગામ વીજાગઢ શ્યામપુરા ફળીયુ તાજી.દાહોદના નામે હોવાનુ જણાઇ આવેલ . જેથી સદર ખમણભાઇ સમસુભાઇ પરમારને પકડી લાવી સદર ટેમ્પા બાબતે પુછપરછ કરતા સદર ખમણભાઇનાએ જણાવેલ કે છોટા હાથી ટેમ્પો ગાડી દિનેશભાઇ ગવજીભાઇ જાતે.માવી રહે , નાની ખરજ બાંડીખેડી ફળીયુ તાજી.દાહોદ ને ભાડે આપેલ હોવાનું જણાવેલ જેથી સદર દિનેશભાઇને પો.સ્ટે લાવી સદર ચોરી તથા મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા આ ચોરી સ્વેતા સેલસ ગેસ લાઇનની કંપનીમા કામ કરતા શૈલેષભાઇ ગવાભાઇ જાતેમાવી રહે ગામ રળીયાતી માવી ફળીયું તા.જી.દાહોદ તથા તેની સાથેના દિપુભાઇ ભગુભાઇ જાતે વડખીયા રહે , વણભોરી નિશાળ ફળીયુ તા.જી દાહોદ નાઓએ ચોરી કરેલ અને આ ચોરીનો મુદ્દામાલ વણભોરી તથા નગરાળા ગામે રાખી મુકેલ હોવાનુ જણાવેલ જેથી આ ચોરીમા ગયેલ સંપુર્ણ મુદ્દામાલ રીકવર કરેલ તેમજ આ ઉપરાંત આરોપીઓ દિનેશભાઇ તથા શૈલેષભાઇનાએ સાથે મળી આજથી આશરે એકાદ મહિના અગાઉ દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકામાંથી પણ આજ રીતે ચાર પ્લાસ્ટીકના પાઇપના બંડલો તથા એક જનરેટર ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જે તમામ મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે . ડીટેક્ટ થયેલ ગુન્હાઓ : ( ૧ ) દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટે.એ ગુ.ર.નં .૧૧૮૨૧૦૫૩૨૩૦૦૫૩ / ૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ , ૧૧૪ મુજબ તથા ( ર ) દેવગઢ બારીયા પો.સ્ટે.એ ગુ.ર.નં .૧૧૮૨૧૦૦૫૨૩૦૦૪૮ / ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૫૪ , ૪૫૭ મુજબ પકડાયેલ આરોપીઓ : ( ૧ ) શૈલેષભાઇ ગવાભાઇ જાતે.માવી ઉ.વ .૨૮ રહે . ગામ રળીયાતી માવી ફળીયું તા.જી.દાહોદ ( ર ) દિનેશભાઇ ગવજીભાઇ જાતે.માવી ઉ.વ .૪૨ રહે , નાની ખરજ બાંડીખેડી ફળીયુ તા.જી.દાહોદ ( ૩ ) દિપુભાઇ ભગુભાઇ જાતે વડખીયા ઉ.વ .૩૪ રહે , વણભોરી નિશાળ ફળીયુ તા.જી.દાહોદ MODUS OPERANDI : ગેસ પાઇપ લાઇનનુ કામ જીલ્લામા જ્યા ચાલતુ હોય ત્યા દિવસ દરમ્યાન રેંકી કરી લઇ રાત્રીના સમયે પોતાની છોટા હાથી ગાડી ભરી લઇ ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે .