ગુમ થયેલી યુવતી ને લાવી પરિવાર સાથે મિલન કરાવતી દાહોદ તાલુકા પોલીસ.
નીલ- ડોડીયાર
છેલ્લા ચાર મહિનાથી ગુમ થયેલ યુવતીને ઉત્તર પ્રદેશ રાજ્ય ખાતેથી શોધી દાહોદ પરત લાવી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી દાહોદ તાલુકા પોલીસ
દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના નગરાળા ગામના ડુંગરી ફળિયામાં રહેતા લલિતભાઈ મગનભાઈ પરમારની પુખ્ત વયની દીકરી આશરે ચાર મહિના પહેલા તેના ઘરે નગરાળા ગામેથી નીકળી ગુમ થઈ ગયેલ હતી જેની દાહોદ તાલુકા પોલીસ મથકે ગુમ સુદાની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ કરતા ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવતી ઉત્તર પ્રદેશ રાજ્યમાં જોવા મળી છે જેથી ગુમ થનાર પુખ્ત વયની યુવતીને શોધી કાઢવા દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ડીજે પટેલ તથા પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ ઉત્તર પ્રદેશ રાજ્યમાં રવાના થઈ હતી જ્યાં ઉત્તર પ્રદેશના હાટા પોલીસ સ્ટેશન સ્થાનિક પોલીસની મદદ મેળવી બડહરા ગામેથી ગુમં થનાર યુવતીને શોધી કાઢી હતી યુવતીને જોતા યુવતી માનસિક રીતે અસ્વસ્થ હોય તેનું કાઉન્સિલિંગ કરી દાહોદ પરત લાવી યુવતીના પરિવારને દાહોદ તાલુકા પોલીસ મથકે બોલાવી યુવતીને સહી સલામત તેમના પરિવારને સોંપી દેવામાં આવી ત્યારે પરિવારે દાહોદ રૂલર પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર ડી.જે.પટેલ તથા તેમના સ્ટાફના માણસોનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો