ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા ફતેપુરા સરકારી આઈટીઆઈ માં લર્નિંગ લાઇસન્સ માટેની સુવિધા આપવા મામલતદાર શ્રી ને રજૂઆત.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા સરકારી આઈટીઆઈ માં લર્નિંગ લાઇસન્સ માટેની સુવિધા આપવા મામલતદાર શ્રી ને રજૂઆત ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના તાલુકા સંયોજક શ્રી મેહુલભાઈ તાવીયાડ એ કરેલ રજૂઆત
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર શ્રી આર પી ડીડોર ને ફતેપુરા સરકારી આઈટીઆઈ માં લર્નિંગ લાઇસન્સ માટેની સુવિધા કેન્દ્ર ફાળવવા માટે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તાલુકા સંયોજક મેહુલભાઈ તાઈવાડે લેખિતમાં રજૂઆત કરેલ છે મળતી માહિતી અનુસાર ફતેપુરાના સામાજિક કાર્યકર્તા અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક મેહુલભાઈ તાવીયાડ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓમાંથી આરટીઓ દ્વારા તાલુકા કક્ષાએ સરકારી આઈ.ટી.આઈ કચેરીમાં લર્નિંગ લાઇસન્સ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે જ્યારે ફતેપુરા તાલુકામાં આજ દિન સુધી સરકારી આઈ.ટી.આઈ કચેરીમાં આ સુવિધા આપવામાં આવેલ નથી જેથી ફતેપુરા તાલુકો ના લોકોએ બીજા તાલુકામાં જઈને લર્નિંગ લાઇસન્સ માટે જવું પડતું હોય ભાડાનું ખર્ચ તેમજ સમયની બરબાદી થતી હોય તો ફતેપુરા તાલુકાના સરકારી આઈ.ટી.આઈ મા લર્નિંગ લાયસન્સ માટેની સુવિધા આપવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે