દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે છોકરી ભગાવી મૂકવાના મામલે થયેલ ઝઘડો મારામારીમાં ધારીયું કુહાડી તથા લાકડી જેવા હથિયારો ઉછળતાં

દાહોદ તા.૧૮
દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે છોકરી ભગાવી મૂકવાના મામલે થયેલ ઝઘડો મારામારીમાં ધારીયું કુહાડી તથા લાકડી જેવા હથિયારો ઉછળતાં ત્રણતી ચાર ઇસમોને ઇજાઓ થયાનું જાણવા મળેલ છે.
દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામના ભાવલા ફળીયામાં રહેતા ભારતભાઇ ફખરુભાઇ ભુરીયાના કાકાની છોકરી સુશીલાબેન આજથી બે વર્ષ પહેલાં ઇટાવા ગામે રહેતા દિનેશભાઇ કાળીયાભાઇ સંગાડાની સાથે લગ્ન કરવાના ઇરાદે જતી રહી હતી તે છોકરીને ઉચવાણીયા ગામના ભાવલા ફળીયાના ંમુકેશભાઇ વીછીયાભાઇ ભુરીયાએ ભગાવી મૂક્યાની શંકાજતાં ભરતભાઇ ફકરુભાઇ ભુરીયાએ અગાઉ તેને આ બાબતે ઠપકો આપ્યો હતો તેની અદાવત રાખી મુકેશભાઇ વીછીયાભાઇ ભુરીયા ઝાંઝમભાઇ પાંગળાભઇ ભુરીયા,રમસુભાઇ પાંગળાભાઇન ભુરીયા, તથા સુરેશભાઇ પાંગળાભાઇ ભુરીયા એમ ચારે જણા રાતના સાડાનવેક વાગ્યાના સુમારે ધારીયું,કુહાડી ,લાકડી જેવા હથિયારો લઇ ભરતભાઇ ફકરુભાઇ ભુરીયાના ઘર પાસે જઇ બેફામબિભત્સ ગાળોબોલતાં હતા જેથી ભારતભાઇ ભુરીયાએ તેઓને ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉપરોકત ચારે જણા એકદમ ઉશ્કેરાયા હતા અને મુકેશભાઇ વીછીયાએ તેના હાથમાંની કુહાડી ઝાલાભાઇને માથામાં મારી ઇજાઓ પહોંચાડી હતી જયારે ઝાઝમભાઇ ભુરીયા તથા રમસુભાઇ ભુરીયાએ તેમના હાથમાંની લાકડીઓ ભારતભાઇ ભુરીયાને ડાબા પડખામાં પેટનાભાગે તેમજ છાતી ઉપર ઉપરા છાપરી ફટકામારી મૂઢ ઇજાઓ પહોંચાડી હતી તેમજ સુરેશભાઇ પાંગળાભાઇ ભુરીયાએ તેના હાથમાંનું ધારીયું ઘુમાભાઇ ના માથામાં મારી સામાન્ય ઇજા પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.
આસંબંધે ભારતભાઇ ફકરુભાઇ ભુરીયાએ  કતવારા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે  ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!