ઝાલોદ નગરપાલિકાને વપરાશમાં આવતા અતિ મહત્વના સાધનો નિભાવ ખર્ચના અભાવે ભંગાર હાલતમાં

પંકજ પંડિત ઝાલોદ

જે.સી.બી મશીન ,રોડ સ્વીપર, ભૂગર્ભ ગટરનું જેટીંગ મશીન, મિનીફાયર જેવા સાધનો બગડેલી હાલતમાં

ઝાલોદ નગરપાલિકામાં મહત્વના ગણાતા સાધનોનો નિભાવ ખર્ચ ન થતાં બંધ હાલતમાં છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. નગરપાલિકા પાસે જે.સી.બી ,રોડ સ્વીપર, ભૂગર્ભ ગટર માટેનું મોટું જેટીંગ મશીન , મીની ફાયરનું વોટર બાઉઝર જેવા અતિ મહત્વના સાધનો બંધ હાલતમાં છે. આ બધા સાધનો નગરના વિકાસના કાર્યો માટે અતિ મહત્વના છે છતાય નગરપાલિકા દ્વારા પૂરતું ધ્યાન ન આપવામાં આવતા આ સાધનો ચાર થી છ મહીના થી બંધ હાલતમાં છે.આ બધા સાધનો નગરપાલિકા માટે રોજિંદા વપરાશના અને અતિ મહત્વના હોવા છતાય નગરપાલિકા આ અંગે ગંભીરતા કેળવતી નથી જેથી નગરના નાના નાના કામો જે સાધનોના અભાવે કામગીરી બરાબર થતી નથી જેથી નગરમાં ઘણી સમસ્યાઓ સર્જાય છે. ઘણી વાર નગરપાલિકા પાસે સાધન હોવા છતાય એવું પણ બને છે કે અમુક કામગીરી માટે ભાડે સાધનો મંગાવવા પડે છે જે કદાચ નિભાવ ખર્ચ કરતા ભાડે લાવવાનો ખર્ચ વધી જાય તેવું બને છે. નગર પાલિકા આ અંગે ગંભીર રીતે વિચારી આવા ખોટા ખર્ચા ઓછા કરી શકે છે. જે અંગે નગરમાં ઘણી ખરી વાતો સાંભળવા મળે છે નગરપાલિકા સાધનો ને રેપૈરીંગ કરાવી નગરના હિતમાં સાધનો વાપરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: