નડિયાદના કપડવંજ રોડ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એકનું મોત
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
ખેડા જિલ્લામાં આજ રોજ કપડવંજ-કઠલાલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. અમદાવાદ ખાતે નોકરી કરી પરત આવતી વખતે મોટરસાયકલ ચાલકને અકસ્માત સર્જાયો હતો. આ બાનવમા કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોધાઈ છે. કપડવંજ શહેરના ફુલબાઈ માતા રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા વર્ષીય દિનેશભાઈ કાળીદાસ પંચાલનો ૨૮ વર્ષીય પુત્ર અંકિત જે અમદાવાદના સરખેજ માં પ્રાઇવેટ ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છ. ગઇકાલે સવારે તેઓ નોકરીએ જવા મોટરસાયકલ પર નીકળ્યા હતા અને મોડી સાંજ સુધી પરતના ફરતા પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. તેવામાં અજાણ્યા વ્યક્તિએ અંકિતભાઈના પિતા દિનેશભાઈ પંચાલને ફોન કરી જણાવ્યું હતું કે આ વ્યક્તિનો કપડવંજ નજીક કઠલાલ રોડ પર મહમદપુરા પાસે એકસીડન્ટ થયેલ છે. તે સાંભળી દિનેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાબડતોડ દિનેશભાઈ સહિત તેમના પરિવારજનો બનાવ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં મોટરસાયકલ રોડ ઉપર પટકાયેલી હાલતમાં અંકિતભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ગઇ હત. દોડી અને તપાસ કરતા અંકિતભાઈનુ મૃત્યુ થયુંહોવાનું તબીબે જણાવ્યું હતું. આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા વાહન ચાલકે અંકિતભાઈના મોટરસાયકલ ને ટક્કર મારી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ બનાવ સંદર્ભે દિનેશભાઈ એ અજાણ્યા વાહન ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

