કપડવંજમા ડાક ઘરના પૂર્વ પોસ્ટલ આસીસ્ટન્ડ સામે ફરીયાદ નોધાઇ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
કપડવંજમાં મુખ્ય ડાક ઘરમાં ફરજ બજાવતા પૂર્વ પોસ્ટલ આસીસ્ટન્ટે ૨૧ જેટલા ખાતેદારોની ખોટી સહીઓ કરી બનાવટી દેસ્તાવેજના અધારે લોન ઉપાડી રૂપિયા ૧૪.૬૨ લાખ ચાઉ કર્યા હોવાનો
કિસ્સો સામે આવ્યો છે. કપડવંજ શહેરના મહંમદઅલી ચોક ઘાંચીવાડા વિસ્તાર પાસે રહેતા રમીઝ મહંમદસફી શેખ કપડવંજ આવેલ મુખ્ય ડાકઘરમાં વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૧ સુધી પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે પોતાની ફરજ દરમિયાન રિકરિંગ ડિપોઝિટ ખાતાઓમાંથી અલગ અલગ પ્રમાણે ગેરરીતે આચરી હતી. જે ઓડિટ કરતાં આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેના કારણે આ રમીઝ મહંમદસફી શેખને તુરંત ફરજ મુક્ત કરાયા હતા. આ કૌભાંડ ઉજાગર થતા સરકારી પોસ્ટ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. આ રમીઝ મહંમદસફી શેખ એ પોસ્ટ ઓફિસના ખાતેદારના નામની ખોટી સહયોગ કરી ખોટો બનાવટી દસ્તાવેજ તૈયાર કરી પોસ્ટમાંથી પોસ્ટ ખાતાના જુદા જુદા ૨૧ જેટલા ગ્રાહકોના અલગ અલગ ખાતાઓમાંથી રેકર્ડમાં ખોટી નોંધ કરી લોન ઉપાડ કર્યો હતો. આ રમીઝ શેખે અલગ અલગ તારીખો દરમિયાન કુલ રૂપિયા ૧૪ લાખ ૬૨ હજારની કાયમી નાણાકીય ઉચાપત કરી હતી. આ સમગ્ર બનાવ સંદર્ભે કપડવંજ અનેકઠલાલ તાલુકાના ડાક નિરીક્ષક દિપકકુમાર નટવરભાઈ પ્રજાપતિએ આજરોજ ઉચાપત કરનાર રમીઝ શેખ સામે કપડવંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


