ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા દાહોદ-ઝાલોદની ૨૫ જેટલી આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત.
દાહોદ-ઝાલોદની ૨૫ જેટલી આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત
આંગણવાડી કેન્દ્રોની ખરાબ સ્થિતિ સામે પોષણકર્મીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે૫ આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ ખરાબ તેમજ ૧૩ કેન્દ્રોની સ્થિતિ મધ્યમ જણાઇ
દાહોદ, તા. ૮ : દાહોદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ઉપર સરકારની યોજનાઓનું યોગ્ય અમલીકરણ થઇ રહ્યું છે કે કેમ તે માટે ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી રહી છે અને પોષણકર્મીઓની બેદરકારી સામે કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.આઇસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસરશ્રીના આદેશ મુજબ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના સ્ટાફ સ્ટાફ દ્વારા ઝાલોદ ઘટક ૧ તથા દાહોદ ઘટક ૧ ની ૨૫ જેટલી આગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત ગત તા. ૩ ના રોજ લેવામાં આવી હતી. જેમાં ૧૩ આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ મધ્યમ અને ૫ કેન્દ્રોની સ્થિતિ ખરાબ જોવા મળી હતી.


