મહુધા રોડ પર વીજ કંપનીના વાયર થતાં કોયલની ચોરી ની ફરીયાદ નોધાઇ

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

ખેડા જિલ્લાના ડાકોર પંથકના મહુધા રોડ પર આવેલ ટી પોઇન્ટ પાસેના વીજ કંપનીની વીજ લાઈનના વાયરની ચોરી કરી  સાથે નજીકના સૈયાત ગામે એક ખેતરમાં વીજ કંપનીએ  ઉભા કરેલ ટ્રાન્સફોર્મરને પણ નુકસાન કરી વાયર ટ્રાન્સફોર્મરમાંથી  કોયલ ચોરી કરી છે. આમ. ડાકોર નજીક મહુધા રોડ પર આવેલ ટી પોઇન્ટ પાસેના કરશનભાઈ વિરમભાઈ પટેલના ખેતરમાં વીજ કંપની દ્વારા એલ્યુમિનિયમની વીજલાઈન જોડાણ આપવામાં આવ્યું છે તારીખ ૨૪ જાન્યુઆરીથી તારીખ ૨ ફેબ્રુઆરીના સમયગાળામાં ત્રાટકેલ વાયર કટીંગ ચોર ગેંગ તેમના ખેતરમાંથી રુપિયા ૮૯ હજાર ૯૦૭ની કિંમતના વીજ કંપનીના એલ્યુમિનિયમના વાયર કાપી ચોરી કરી લઈ ગઈ હતી. સાથે  ગેંગ આ સમયગાળા દરમિયાન ડાકોર નજીક મહુધા રોડ પર આવેલ સૈયાત ગામે ખીજલપુર પાણી પુરવઠા હેડ વર્કસ પાસે આવેલ રેખાબેન જયંતીભાઈ શાહના ખેતરમાં કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે‌ વીજ કંપની દ્વારા ઊભા કરવામાં આવેલ ટ્રાન્સફોર્મરને પણ તોડી ચોર ગેંગ ટ્રાન્સફોર્મર માંથી રૂપિયા ૪૦ હજાર ૮૦૦ની કિંમતની કોયલો ચોરી ગયા હતા. આમ ડાકોર ટી પોઇન્ટ પાસેથી તેમજ નજીકના સૈયાત ગામેથી વાયર ચોર ગેંગ તારીખ ૨૪ જાન્યુઆરી થી તારીખ ૨ ફેબ્રુઆરીના સમયગાળામાં વીજ કંપનીના એલ્યુમિનિયમના વાયરો તેમજ કોયલ મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૦ હજાર ૭૦૭ની મતા ચોરી કરી લઈ ગઈ હતી. ડાકોર પોલીસએ આ મામલે ગુનો નોધી તપાસ હાથ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: