દાહોદ જિલ્લામાં ગાઢ ધુમ્મસ વચ્ચે ઠંડીની પકડ યથાવત્
દાહોદ તા.૦૨
ડિસેમ્બર માસ પુર્ણ અને ૨૦૨૦નું જાન્યુઆરી માસનો આરંભ થતાં જાણે નવા વર્ષે ઠંડીએ જાર પકડ્યું હોય તેમ દાહોદ શહેર સહિત જિલ્લો વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસથી કડકડતી ઠંડી વચ્ચે છવાઈ ગયું છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા બે દિવસથી સુર્યનારાયણે દર્શન ન દેતા ઠંડીથી લોકોની હાલત વધુ કફોડી બની છે. આવા સમયે બજારોમાં અવર જવરો ઘટી છે અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.
જાન્યુઆરી ૨૦૨૦ના પ્રારંભ સાથે જ જાન્યુઆરી માસના પ્રથમ બે દિવસ દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠંડીએ પકડ જમાવી રાખી છે. સતત બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સુર્યનારણયે દર્શન ન દેતા દાહોદ જિલ્લો ગાઢ ધુમ્મસ વચ્ચે ઠંકાઈ જવા પામ્યો છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. કામકાજ માટે ઓફીસ,દુકાન, કચેરી વિગેરે જેવા સ્થળોએ જતાં કર્મચારીઓ,વેપારીઓનો સ્થળ પહોંચવા સમય બદલાયો છે. વહેલી સવારથી તેમજ સાંજ પડતાં શહેરના તમામ માર્ગાે પર લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાનો સહારો લેતા પણ નજરે પડ્યા છે. આવા સમયે મજુરી કામ કરતાં લોકોની હાલત વધુ કફોડી બની છે. જન જીવન જાણે અસ્તવ્યસ્ત બન્યુ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. શહેરના બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશને અવર જવર કરતાં લોકો સ્ટેશનની બહાર તાપણું સળગાવી ઠંડીથી રાહત મેળવી રહ્યા છે. ત્યારે વેપારી વર્ગ દ્વારા શહેરની દુકાનો ખોલવામાં પણ સમયમાં વિલંબ થતો જાવા મળી રહ્યો છે. ઠંડીના કારણે શહેરની શાળાઓમાં બાળકોની સંખ્યામાં પણ નહીવત્ જાવા મળી રહી છે. બાળકોને આવી કડકડતી ઠંડીમાં શાળામાં મોકલવા વાલીઓ પણ અચકાતા નજરે પડ્યા હતા. ત્યારે આવી ઠંડી આગામી કેટલા દિવસ પોતાનું રૂખ અપનાવે છે તે જાવાનું રહ્યું છે. શહેરની ચાહ્,કોફી જેવા ટી સ્ટોલો પર લોકોનો જમાવડો જાવા મળી રહ્યો છે.