જિલ્લા કલેકટર  કે. એલ. બચાણીએ કપડવંજમાં હેરિટેજ વોકનું ઉદ્ઘઘાટન કર્યું

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

જિલ્લા કલેકટ  કે.એલ. બચાણીની આગેવાનીમાં કપડવંજ શહેરના ઐતિહાસિક સ્થાપત્યોને ઉજાગર કરવાના ઉમદા પ્રયત્નના ભાગરૂપે ટીમ અતુલ્ય વારસો, કપડવંજ કેળવણી મંડળ અને દાણી ફાઉન્ડેશનનાં સહયોગથી કપડવંજ નગરપાલિકા સાથે મળીને સૈફી લાયબ્રેરી, મોટી વોરવાડથી ગાંધી બાવલા થઈ કુંડવાવ સુધીની હેરિટેજ વોક યોજવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર  કે.એલ. બચાણીએ જણાવ્યું કે હેરિટેજ વોકથી સ્થાનિક લોક લાગણીને વારસા સાથે જોડીને કપડવંજના ઇતિહાસને જાગૃત કરવાની તક મળશે. કપડવંજ શહેરનો ટૂંકો ઐતિહાસિક પરિચય આપતા તેમણે જણાવ્યું કે મહાભારતમાં પણ કપડવંજનો ઊલ્લેખ મળે છે.  સિદ્ધરાજ જયસિંહ, ગાયકવાડ અને અંગ્રેજ સરકારના શાસન હેઠળથી પસાર થયેલ કપડવંજ તેની બેજોડ ગટર વ્યવસ્થા, વણાટ કામ, અકીક અને કાચ ઉદ્યોગ માટે જાણીતું રહ્યું છે. શ્રી બચાણીએ જણાવ્યું કે હિન્દુ, મુસ્લિમ અને જૈન સ્થાપત્યોના સંગમ સમી આ સાંસ્કૃતિક નગરીએ રાજેન્દ્રશાહ જેવા તેજસ્વી કવિ, વેપારી ઇશાક બંદુકવાલા અને  એચ. ઝારીવાળા તેમજ ફીલેન્થ્રોપીસ્ટ મહેતા સહિતના મહાનુભાવોની જગતને ભેટ આપી છે. ત્યારે તમામ કપડવંજના નાગરિકોની ફરજ છે કે આ વારસાનું ગૌરવ સમજીને તેના જતન અને સંવર્ધન માટે સહિયારો પુરુષાર્થ કરવામાં આવે. કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલે હેરિટેજ વોકમાં આવેલા તમામનું અભિવાદન કર્યું હતું અને કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડૉ. હરીશ કુંડલીયાએ કપડવંજ શહેરના વારસા માટે પ્રયત્નશીલ અગ્રણી વીતાબેન દાણીને યાદ કર્યા હતા તથા આગામી દિવસોમાં જન ભાગીદારીથી કપડવંજ શહેરને યુનેસ્કો હેરિટેજ ટેગ અપાવવા માટેના પ્રયત્નો કરવા અપીલ કરી હતી.  કપડવંજ હેરીટેજ વોક શા માટે? મહોર નદી કાંઠે વસેલ અને તત્કાલીન સમયે વેપાર વાણિજ્યના કેન્દ્ર સ્થાને રહેલ કપડવંજ નગર ખેડા જિલ્લામાં આવેલું વારસે મઢેલું નગર છે. પ્રાચીન સમયમાં આ નગર કર્પટવાણીજ્ય કે કપડવણજ જેવા નામે પ્રચલિત હતું, જે આજે કપડવંજ નામે સુપ્રસિદ્ધ છે. મહોર નદીના કાંઠેથી અકીક અને ચર્ટની પતરીઓ વગેરે મળે છે. મહાભારતના સભાપર્વમાં પંચકર્પટનો તથા સ્કંદપુરાણના ધર્મારણ્ય ખંડમાં કપડવાણક અને કપડવણજનો ઉલ્લેખ નોંધનીય છે. એ ઉપરાંત, અહીં આવેલ હર્ષદમાતાનું મંદિર ચાવડા રાજવંશનું શાસન સૂચવે છે. નગરના હાર્દમાં આવેલ કીર્તિતોરણ અને શિવકુંડ, બત્રીસકોઠાની વાવ અને નજીકના કેટલાક દેવાલયો કપડવંજને સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે જોડે છે અને સોલંકીકાળ દરમિયાન (ઈ. સ. ૯૪૨- ૧૩૦૪) પણ આ નગર મહત્વનું કેન્દ્ર હોવાનું સાબિત થાય છે. ત્યારબાદ સતત સુલતાનકાળ, ગાયકવાડી શાસન, બ્રિટીશ શાસન, આઝાદીની વિવિધ ચળવળો, એ તમામ ઐતિહાસિક સમયમાં આ નગર અડગ રહ્યું અને સમયાંતરે વિકાસ પામતું રહ્યું. આઝાદીની ચળવળમાં પણ કપડવંજ અને કઠલાલના લોકોએ સક્રિય ભાગ લીધો હતો. સતત ચડતી-પડતી દરમિયાન પણ અહીં વેપાર-વાણિજ્યની પ્રવૃતિઓ અકબંધ રહી અને તે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: