ઝાલોદ નગરપાલિકા દ્વારા અંદાજીત ૧૩ કરોડ ૫૩ લાખના વિકાસ માટેના કામો હાથ ધરવામાં આવશે
પંકજ પંડિત ઝાલોદ
હાલમાં ૨૨૫ લાખના ચાલુ કામો, ટેન્ડર મંજુરીમાં ૬૭૮.૯૦ લાખ, ટેન્ડર જાહેરાતમાં ૪૪૯.૩૪ લાખ
ઝાલોદ નગરના પ્રગતિ અને વિકાશ માટેના અંદાજીત ૧૩ કરોડને ૫૩ લાખ રૂપિયાના કામો હાથ ધરવામાં આવનાર છે તે અંતર્ગત હાલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના 2019-20-21 ના કામો, 15 માં નાણાંપંચની યોજના હેઠળ કામોના ટેન્ડરો હાલ મંજૂરીમાં છે તેમજ એસ.બી.એમ 1.0- 2.0 ,સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ 2022-23 , અમૃત 2.0 , 15માં નાણાપંચ હેઠળ ટેન્ડરો જાહેરાતમાં આપેલ છે. આમ હાલ ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે ૨૨૫ લાખના કામો હાલ ચાલુ છે અને જુદી જુ દી યોજનાઓ હેઠળ 678.90 લાખના ટેન્ડરો મંજુરીમાં છે તેમજ 449.34 લાખના કામો નગરપાલિકા દ્વારા ટેન્ડર દ્વારા જાહેરાતમાં આપેલ છે તે મુજબ અંદાજીત 13 કરોડ 53 લાખના કામો નગરપાલિકા દ્વારા નગરના વિકાસ હેઠળ ખર્ચ કરવામાં આવનાર છે.