ઝાલોદ તાલુકાના અનવરપુરા મુકામે બે ફોર વ્હીલર ગાડી વચ્ચે ગંભીર અકસ્માત
પંકજ પંડિત ઝાલોદ
અકસ્માતમાં એકનું ગંભીર ઈજાને લીધે મોત નીપજયું
ઝાલોદ તાલુકાના અનવરપૂરા મુકામે સુઝુકી કંપનીની ફોર વ્હીલર વેગનાર ગાડી RJ.03.CB.8484 પૂરઝડપે ગફ્લત રીતે બેદરકારીથી રોંગ સાઈડે ચલાવી લાવી સુઝુકી કંપનીની ફોર વ્હીલર સ્વીફ્ટ ડીઝાયર RJ.03.CB.6700 ને ધડાકાભેર સામેથી ટક્કર મારી પાછળની સીટ પર બેસેલા નજર મહંમદ હાજી બશીર મહંમદ જાતે.શેખ ઉ.વ.૯૪ ને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગાડી મૂકી નાશી ગયેલ છે.બનાવની વિગત અનુસાર તારીખ 07-02-2023 નાં રોજ બાગીદોરા થી ઝાલોદ સુન્દરમ હોસ્પિટલ ખાતે RJ.03.CB.6700 માં નજર મહંમદ હાજી બઝર મહંમદ શેખ ને બતાવી બાગીદોરા પાછા જતા વખતે 11 વાગ્યાના સમયના અરસામાં બાંસવાડા તરફ થી આવતી સ્વીફ્ટ ડીઝાયરના ચાલક દ્વારા બેદરકારી રીતે વાહન રોંગ સાઈડમાં લાવી ગાડી ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મહંમદ હાજી બશીર મહંમદને ગંભીર ઈજાઓ થતાં ઝાલોદ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. દાહોદ ઝાયડસ હોસ્પિટલ દ્વારા વધુ સારવાર અર્થે બરોડા લઈ જવા સલાહ આપતા બરોડાના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મહંમદ હાજી બશીર મહંમદનું મોત થયું હતું.આ સર્જાયેલ અકસ્માત અંગે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.