ઝાલોદ તાલુકાના લીમડી કન્યાશાળા ખાતે 0 થી 5 વર્ષના બાળકો માટેનું “આધાર મેગા કેમ્પ” નું આયોજન યોજાયું

પંકજ પંડિત ઝાલોદ

અંદાજીત 200 થી વધુ લાભાર્થીઓ દ્વારા આ કેમ્પમાં ભાગ લેવામાં આવ્યો

સંકલિત બાળ વિકાસ યોજના, જિલ્લા પંચાયત દાહોદ થી ૦ થી ૫ વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ કાઢવામાં માટે લીમડી કન્યાશાળા સ્થળ પર “આધાર મેઘા કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ હતું , આ આધાર મેઘા કેમ્પના આયોજનમાં 200 થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેથી ૦ થી ૫ વર્ષના જે બાળક પાસે આધાર કાર્ડ નથી તેઓ બાળકની અસલ જન્મ પ્રમાણપત્ર અને માતા / પિતા માંથી કોઈ એક તેમના અસલ આધાર કાર્ડ સાથે આધાર કેમ્પ ની જગ્યા પર આવી કેમ્પમાં ભાગ લીધો હતો. આ આધાર મેગા કેમ્પનું આયોજન સુપરવાઇઝર નીતાબેન સાધુની ઉપસ્થિતિમાં સફળતા પૂર્વક યોજાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: